Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં વનબંધુ કલ્યાણ પ્રચાર-પ્રસાર-લોકજાગૃત્તિ કેળવવા નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ માટે સેમિનાર યોજાયો.

Share

નર્મદા જિલ્લાના પ્રાયોજના વહિવટદારની કચેરી (TASP) રાજપીપળા દ્વારા અમલીકૃત વનબંધુ કલ્યાણ યોજનાઓ અને પેસા એક્ટ-૧૯૯૬ નો ગ્રામ્યકક્ષાએ બહોળા પ્રચાર-પ્રસાર-લોકજાગૃત્તિ કેળવવા માટે રાજપીપળામાં ટાઉનહોલ ખાતે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારી, નિવૃત્ત સનદી અધિકારી આર.જે.પટેલ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીઆ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમ બહાદુરભાઇ વસાવા, નાંદોદ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશભાઇ તડવી, સરપંચ સંઘના પ્રમુખ નિરંજનભાઇ વસાવા સહિત જિલ્લાના સરપંચ ઓની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા સેમિનારને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, ગામમાં સરપંચનું અનેરુ મહત્વ હોય છે, ત્યારે જે તે ગામના સમુદાયને યોજનાકીય શ્રેષ્ઠ લાભો અપાય અને ગામના સર્વાંગી વિકાસ સાથે સામાજિક ઉત્થાન થાય તે માટે કટિબદ્ધ રહેવાનો અનુરોધ કરતાં ગામમાંથી કુપોષણ, બાળલગ્ન વગેરે જેવા સામાજિક દુષણોની નાબુદી માટે શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર મુક્યો હતો. નર્મદા જિલ્લાને એસ્પિરેશનલ જિલ્લામાંથી બહાર લાવવાનાં જિલ્લા પ્રશાસનનાં પ્રયાસોમાં સહભાગી થવાનું તેમણે જિલ્લાના સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજનાઓ હેઠળ રૂા.૪૩૬૧ લાખની કરાયેલી જોગવાઇઓની પણ શ્રી કોઠારીએ વિસ્તૃત જાણકારી આપી હતી. સમારંભમાં મુખ્ય વક્ત તરીકે નિવૃત્તિ સનદી અધિકારી આર.જે. પટેલે તેમના મનનીય વક્તવ્યમાં ઐતિહાસિક વનબંધુ કલ્યાણ યોજનાની માહિતી સાથે બંધારણના ૭૩ માં સુધારા અન્વયે પંચાયતો / ગ્રામસભાને આપવામાં આવેલ વિશિષ્ટ અધિકારો અને જવાબદારીઓ અંગે વિસ્તૃત છણાવટ કરતાં શ્રી આર.જે પટેલે ગ્રામ વિકાસ માટે સુચારુ આયોજન કરવાની સાથોસાથ પ્રમાણિકતા, નિષ્ઠા અને લોકભાગીદારી થકી એક રૂપિયામાંથી સવા રૂપિયાનું કામ કઇ રીતે થાય તે અંગે દ્રષ્ટાંત સહિત તેમના અનુભવો જણાવ્યાં હતાં. ક્લાઇમેન્ટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગથી વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા માટે આદિવાસીઓ પાસેથી જીવન શૈલી શીખવા UNO એ તથા ભારતની સુપ્રિમકોર્ટના નિર્દેશનો ઉલ્લેખ કરતા આર.જે. પટેલે સરપંચોને ગ્રામસભાના સહયોગથી જળ, જમીન, જંગલ, જાનવર અને જન એમ પાંચ તત્વોનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે અંગે પણ તેઓ એ દ્રષ્ટાંત સાથે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઇચ્છા મુજબ વોટર મેનેજમેન્ટમાં અને પર્યાવરણની રક્ષા માટે કરેલા કામોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મળેલી સફળતા અંગે પણ તેઓ શ્રીએ વિગતે વાત કરી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દેશી ગૌ આધારિત પરંપરાગત ખેતી અંગે ઉપાડેલી ઝુંબેશનો ખ્યાલ આપની તેનું મહત્વ સમજાવી તે મુજબની ખેતી કરવાનું તેમણે આહવાન કર્યું હતું. પટેલે વધુમાં વન અધિકાર અધિનિયમ હેઠળ આપવામાં આવેલી જમીન પૈકી ઢાળવાળી જમીન નહીં ખેડવા અને તેમાં વિશાળ પાયા પર વૃક્ષારોપણ કરવાની હિમાયત કરતાં ઉમેર્યું હતું કે, પ્રકૃતિના તત્વોના થકી જ સમગ્ર આદિવાસી વિસ્તારનું અને માનવ જાતનું રક્ષણ થઇ શકશે, આ અંગે તેઓએ કરેલી કામગીરીના દ્રષ્ટાંતો પણ આપ્યા હતાં. નર્મદા જિલ્લામાં બાળ કુપોષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં આર.જે. પટેલે આ પ્રશ્નોનો ઉકેલ લોકભાગીદારીથી તિથિ ભોજન અને ગામની દુધ ડેરી મારફતે “ભગવાનનો ભાગ” આપીને કેવી રીતે દુર કરી શકાય છે, તેનો દ્રષ્ટાંત બનાસકાંઠા અને તાપી જિલ્લાના તેમના કાર્યાનુભવોથી આપ્યા હતાં. શિક્ષણની ગુણવત્તા અને કુપોષણ બાબતે સરકારની ચિંતામાં સમાજ / ગ્રામસભા કેવી રીતે ભાગીદાર બની શકે તે વિશે પણ તેમણે કરેલી કાર્યવાહીના દ્રષ્ટાંત આપને આ રામ કાર્યમાં જોડાવા સૌને આહવાન કર્યું હતું. તેમણે બંધારણીય જોગવાઇ પ્રમાણે ફક્ત અધિકારની માંગણી ન કરતા સારા નાગરિક તરીકે પોતાની ફરજો ઉત્કૃષ્ટ રીતે ઉજાગર કરવા ગ્રામજનોને સમજાવી અને ભાગીદાર બનાવવા સરપંચશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો. પ્રાયોજના વહિવટદાર આર.વી બારીયાએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપવાની સાથે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લામાં ટ્રાયબલ સબ-પ્લાનની કચેરી દ્વારા આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની વિવિધ અમલી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ બહાદુરભાઇ વસાવા, સરપંચ સંઘના પ્રમુખશ્રી નિરંજનભાઇ વસાવા, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના ઇજનેર દર્શિતાબેન પરીખ વગેરેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જે તે ગામમાં સરપંચનું મહત્વ અને ગામના વિકાસ કામોમાં સરપંચની અહમ ભૂમિકા અંગેની જાણકારી સાથે સમજ પૂરી પાડી હતી.પ્રારંભમાં પ્રાયોજના વહિવટદાર આર.વી. બારીયાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતાં. આ અંગે વિવિધ સરકારી વિભાગોના અમલીકરણ અધિકારીઓ, જિલ્લાના તમામ તાલુકાના સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. અંતમાં ચીટનીશ પાર્થ જયસ્વાલે આભાર દર્શન કર્યું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

IAS અધિકારી અને અભિનેતા અભિષેક સિંહ એ બાદશાહ અને સીરત કપૂર સાથે 2021 નો સૌથી મોટો ડાન્સ ‘સ્લો સ્લો’ રજૂ કર્યો.

ProudOfGujarat

ઝઘડિયા મામલતદાર કચેરી દ્વારા માહિતી નહિ અપાતા સાત દિવસમાં માહિતી આપવા નાયબ કલેકટરનો હુકમ.

ProudOfGujarat

સુરતમાં દારૂની હેરાફેરીનો વિચિત્ર આઈડિયા :પેન્ટની અંદર પગ પાસે છુપાવી 93 બોટલ કાગળ અને સેલોટેપનો ઉપયોગ કરીને તેણે બોટલોને પગ પર ચોંટાડી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!