Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડામાં નરેગાના કામ બાબતે રિસ રાખી લગ્નના વરઘોડામાં એક પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી.

Share

નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના પાનુડા ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન એક પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર પાનુડા ગામમાં રહેતા રોશનભાઇ નાનુભાઈ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તે ગામમાં રાજકુમાર રમેશભાઇ વસાવાના લગ્નમાં ગયેલ તે વખતે (૧) સતીષ ભાઇ ભગાભાઇ વસાવા (૨) રાકેશભાઇ ભંગાભાઇ વસાવા(૩) સતીષભાઇ રૂપસીંગભાઇ વસાવા ત્રણેય રહે. પાનુડા તા. દેડીયાપાડા જી.નર્મદા તથા(૪) અર્જુનભાઇ વિરજીભાઇ વસાવા રહે. ખરચીપાડા તા દેડીયાપાડા જી.નર્મદા એ નરેગાના કામ બાબતેની રીસ રાખી રોશન વસાવા વરઘોડામાં નાચતા હતા તે વખતે સતીષભાઇ રૂપસિંગ વસાવાએ ધક્કો મારતા ધક્કો કેમ મારે છે તેમ કહેતા તેની સાથેના સતીષભાઇ ભગાભાઇ વસાવા,રાકેશભાઇ ભગાભાઇ વસાવા અને અર્જુનભાઇ વિરજીભાઇ વસાવા ત્યાં આવી રોશનભાઈને વરઘોડામાંથી બાજુમાં લઇ જઇ ઢાકીપાટુનો માર મારી ગાળો બોલી ત્યારબાદ સતીષ વસાવાએ નજીકમાં પડેલ લાકડું માથામાં મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરતા આ બાબતે રોશન વસાવાની ફરિયાદના આધારે પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(રાજપીપળા, આરીફ જી કુરેશી)

Advertisement

Share

Related posts

અંબાજીમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ રાખવાનો કરાયો નિર્ણય

ProudOfGujarat

પાલેજ નગરની સાડા ચાર વર્ષની ફાતિમાએ જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

ProudOfGujarat

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કઈ નથી થવાનું, કોંગ્રેસ અને ભાજપનો અહીં દબદબો: ફૈઝલ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!