Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયામાં ઓવરલોડ,રોયલ્ટી ચોરી,અને ખનિજ વહન કરતી ટ્રકોને નાયબ કલેકટરની ટુકડીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નાશભાગ મચી જવા પામી હતી.

Share

ભરૂચ જિલ્લા નાયબ કલેકટર દ્વારા આજરોજ ઓચિંતી મુહિમ હાથ ધરવામાં આવી હતી. ઝધડીયા પંથકમાં વ્યાપક પ્રમાણમાં માટી ચોરી તેમજ રોયલ્ટી ચોરી થતી હોવાની વ્યાપક બૂમરાણો ઉઠવા પામી હતી. આ મામલે ખાણખનીજ વિભાગની નિષ્ક્રિયતા પણ સામે આવી હતી. જે અંતર્ગત નાયબ કલેકટર દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં ત્રણ હાઇવા અને બે ટ્રકોને જપ્ત કરવામાં આવી હતી. ઝધડીયા સહીત જિલ્લાભરમાં ખાણખનીજ વિભાગની નિષ્ક્રિયતાથી ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું હતું. વ્યાપક લોક ફરિયાદને જોતા જિલ્લા વહીવટીતંત્ર આજે એકશનમાં આવ્યું હતું અને ઝધડિયા પોલીસે પાંચ વાહનોને કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટ ખાતે ભક્તો નર્મદા સ્નાન કરવા માટે ઉમટયા

ProudOfGujarat

ભરૂચ પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર દ્વારા વાલિયા ખાતે CCI અને ICAR-CICR દ્વારા પ્રાયોજીત ટ્રેનિંગ પ્રોગ્રામ-કમ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

रितिक की वजह से यशराज की फिल्म छोड़ने की खबर के ऊपर दिशा पटानी का बयान…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!