Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી પોલીસે આગામી હોળી ધુળેટી પર્વ નિમિત્તે મોટી માત્રામાં મંગાવેલ દારૂનાં જથ્થાને પાલેજ નજીક પારખેત ગામ ખાતેથી ઝડપી પાડયો હતો.

Share

આગામી હોળી ધુળેટી પર્વમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો ઉતરતો હોય ભરૂચ એલસીબી પોલીસ એલર્ટ હતી દરમ્યાન પારખેત ગામે ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની મળેલી નક્કર બાતમીના આધારે પારખેત ગામમાં જાસ્મીન પાર્કનાં ખુલ્લા પ્લોટમાં આવેલ બંધ મકાનમાં રેડ કરી હતી. જ્યાંથી વિવિધ બ્રાન્ડની વ્હીસ્કી તેમજ બિયરનાં ટીનનાં કુલ 145 બોક્ષમાં નાની મોટી બોટલો મળીને કુલ 3492 નંગ કિંમત રૂ. 7,88,400 નો જથ્થો ઝડપી પાડયો હતો. આ જથ્થો નિયામત અલી ઉર્ફે મુન્નો અહમદ રાજ તેમજ ઇનાયત અહેમદ રાજ રહે. મદીના પાર્ક સોસાયટી, ભરૂચનો હોવાનું બહાર આવતા બંનેને વોન્ટેડ જાહેર કરી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.આ અંગે વોન્ટેડ બંને વિરુદ્ધ પાલેજ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ થયો છે.

Advertisement

Share

Related posts

જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરથી કુકરમુંડા સુધી એસટી બસ સેવા શરૂ કરાઈ, સાંસદ અને ડ્રાઇવર-કંડક્ટરનું ઠેર-ઠેર સ્વાગત કરાયું

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા શિક્ષક સંઘ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં ઉમલ્લા ટીમનો વિજય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!