Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટનાં પંડવાઈ ગામ ખાતે સિંચાઈનાં પાણીના મામલે થયેલી મારામારીમાં 5 ને ઇજા.

Share

હાંસોટના પંડવાઈ ગામે એક કુટુંબના સભ્યો પર સિંચાઈના પાણી બાબતે આમોદ અને ખરચ ગામના 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક મહિલા સહીત 5 સભ્યોને ઇજા પહોંચતા સારવાર અર્થે કીમની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાંસોટ પોલીસે 10 હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસ સૂત્રીય માહિતી મુજબ હાંસોટના પંડવાઈ ગામ ખાતે રહેતા મહંમદ સુફિયાન શેખ તેમજ કુટુંબના સભ્યો ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તેમના સંબંધી સફરીન શેખ અને રિયાઝ ફરીદ મહોમદ સાથે નહેરના ધારિયામાં પાણી વાળવાના મુદ્દે બોલાચાલી થઇ હતી જે બોલાચાલીમાં અન્ય આગેવાનો દ્વારા સમાધાન કરાવતા મામલો શાંત પડયો હતો જો કે બપોરે અચાનક પંડવાઈ ગામના રિયાઝ શેખે આમોદના તેના બનેવી સફરીન શેખ 10 થી વધુ લોકો સાથે બપોરના અરસામાં મોહંમદ સુફિયાન રહીદ શેખના ઘરે બે કાર અને ચાર બાઈકો પર મારક હથિયારો વડે ધસી આવી હુમલો કર્યો હતો અને 5 થી વધુ કુટુંબના સભ્યોને ગંભીર રીતે માર મારતા આ અંગેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. જોકે હુમલાખોરો ત્યાંથી કાર અને બાઈકો મૂકી ભાગી છૂટ્યા હતા. જ્યાં લોક ટોળાએ 3 બાઈક અને કારનો ખુરદો બોલાવી દીધો હતો. જ્યારે એક મહિલા સહીત 5 ઇજા ગ્રસ્તોને સુરતના કિમ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી રિયાઝ શેખ ,સફરીન શેખ, સહીત 10 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજકોટનાં પોલીસ જ બન્યા સોશિયલ મીડિયાનાં ફેક આઇડી નો શિકાર : પોલીસના નામે ફેક આઇડી બનાવી લોકો પાસેથી માંગે છે પૈસા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવાનાં ષડયંત્ર થયો પર્દાફાશ…

ProudOfGujarat

સમસ્ત છત્રીસ પરગણા રાજપુત સમાજ દ્રારાસ્નેહ મિલન અને શસ્રપુજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!