Proud of Gujarat
FeaturedGujaratINDIA

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના વડપણ હેઠળ ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ.

Share

ચોમાસાની ઋતુ દરમિયાન મેધરાજાની અમીદ્રષ્ટ્રિના પરિણામે ઉકાઈ ડેમ ૩૪૫ ફુટની સપાટીએ છલોછલ ભરાયો છે. હાલ ઉકાઈ જળાશયમાં ૬૭૨૯.૯૦ એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ અને સિંચાઈ મંડળના પ્રતિનિધિઓ સાથે ઉકાઈ-કાકરાપાર સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય સર્વ મોહનભાઈ ઢોડિયા, ઝંખનાબેન પટેલ, અરવિંદ રાણા ઉપસ્થિત રહ્યા હતા.

સિંચાઈ વર્તુળની કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં ૨૦૨૧-૨૨ દરમિયાન ખરીફ, રવિ અને ઉનાળુ સિઝન દરમિયાન ઉકાઈ ડેમની ડાંબા તથા જમણા કાંઠામાંથી સિંચાઈ માટે છોડવાના પાણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને રોટેશન નક્કી કરવામાં આવ્યા હતા. મંત્રી પટેલે જણાવ્યું હતું કે, મેધરાજાની અસીમ કૃપાની ઉકાઈ ડેમમાં પુરતી જળરાશીનો સંગ્રહ થયો છે ત્યારે પાણીરૂપી પારસમણીનો કરકસરપૂર્ણ ઉપયોગ થાય તે જરૂરી છે. ખેડુતો વધુમાં વધુ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિનો ઉપયોગ કરે ખોટી રીતે પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવી એ આપણા સૌની જવાબદારી છે. આ ઉપરાંત સિંચાઈના કામો ગુણવત્તાયુકત અને સમયસર પૂર્ણ થાય, કેનાલના તેળ વિસ્તારમાં પાણી પહોચે તે પ્રકારનું આયોજન કરવા પર ભાર મૂકયો હતો.

બેઠકમાં ૨૦૨૧-૨૨માં સુરત સિંચાઈ વર્તુળ અંતર્ગત રવિ પાકની સિંઝન માટે ૧૧૫૦૦૦ હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ ૩૪૦૦૦ હેકટર મળી કુલ ૧૪૯૦૦૦ હેકટર વિસ્તારને સિંચાઈ મળી રહેશે. જયારે ઉનાળા દરમિયાન ૧૦૫૦૦૦ હેકટર તથા ઉકાઈ યોજના હેઠળ ૩૧૦૦૦ હેકટર મળી કુલ ૧૩૬૦૦૦ હેકટર વિસ્તારોમાં સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સુચીત રોટેશન ધડી કાઢવામાં આવ્યું છે. રવિ, ઉનાળુ પાક માટે પહેલુ, બીજુ, ત્રીજુ અને ચોથા રોટેશન અનુસાર વર્તમાન નવેમ્બર-૨૦૨૧થી લઈ જુન ૨૦૨૧ દરમિયાન કાકરાપારના ડાબા કાંઠા મુખ્ય નહેર તથા ઉકાઈ જમણા કાંઠા મુખ્ય નહેર વિસ્તાર માટે ૧૭૬ દિવસ પાણી વહેવડાવવામાં આવશે જેમાં ૫૮ દિવસ બંધ રહેશે. જયારે કાકારાપાર ડાબા કાંઠા મુખ્ય નહેર માટે ૨૦૧ દિવસ પાણી અપાશે. જયારે ૯૬ દિવસ રહેશે. તેમજ ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેર ૧૯૦ દિવસ પાણી અપાશે અને ૪૯ દિવસ બંધ રહેશે.

Advertisement

સિંચાઈ વસુલાત અને પિયાવાની વિગતોમાં એપ્રિલ થી સપ્ટેમ્બર-૨૧ સુધીમાં ઉકાઈ-કાકરાપાર યોજનામાં રૂા.૪૮૫.૭૭ લાખ તથા ઉકાઈ યોજના(વાલોડ)માંથી રૂા.૩૪.૪૪ લાખ મળી રૂા.૫૨૦ લાખના પિયાવાની રકમની વસુલાત કરવામાં આવી છે. જયારે ઉકાઈ કાકરાપારની બિનખેતીમાંથી સપ્ટેમ્બર સુધીમાં રૂા.૩૬૯ કરોડની વસુલાત કરવામાં આવી છે. ડીસેમ્બર-૨૧ થી જાન્યુ.-૨૨ દરમિયાન અંદાજે ૨૫ દિવસ દરમિયાન આધુનિક અને મરામતના કામો માટે બંધ રાખવામાં આવનાર હોવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉકાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર એસ.આર.મહાકાલ તથા સિંચાઈના અધિક્ષક ઈજનેર જે.સી.ચૌધરી તથા સિંચાઈ મંડળીઓના પ્રમુખઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત : ચાર માસથી હતા કોમામાં

ProudOfGujarat

ભરૂચ : ઝઘડીયા નાયબ કલેક્ટરની સરકારી ગાડી અને રાજપારડીનાં પોલીસ કર્મચારીની બાઇક વચ્ચે અકસ્માત.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ફાયર ફાઈટર ભાઈઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!