ડભોઈ ખાતે હાલ ડભોઇ કરનાળી બ્રોડગેજનું કામ પુર જોરશોરમાં ચાલી રહયું છે પણ લોક ડાઉનને લઈ કામ હાલ બંધ છે. જયારે રેલ્વેના સિગ્નલના વાયરના બંડલો રેલ્વે જુના લોકોશેડમાં મુકવામાં આવેલ હતાં જયાં આજે બપોરે અચાનક કેબલના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડભોઈ ન.પા.નું ફાયર ફાઇટર વામણુ સાબિત થયું અને વડોદરા મહાનગર પાલિકાનું ફાયર ફાઇટર આવી પહોંચતા ચારેક કલાક બાદ આગ કાબુમાં આવી હતી ત્યાં સુધી સિગ્નલના ૩૧૦ બંડલ બળીને ખાખ થઈ ગયાં જયાં એકની અંદાજીત કિંમત ત્રણ લાખ થવા જાય છે. આમ રેલ્વેને દશ કરોડ નુકશાન થવાની શંકા સેવાઇ રહી છે. આગની જાણ થતાં ધટના સ્થળે નાયબ કલેકટર પારીખ, ડી.વાય.એસ.પી શ્રી સોલંકી, પી.આઇ.શ્રી વાધેલા રેલ્વેના પો.સ.ઇ સહિત લોક ટોળા ઉમટી પડયાં હતાં.
જાણવા મળ્યા મુજબ રેલ્વેની હદમાં કરોડોના કેબલ બળી ખાખ થઈ ગયા છે ત્યારે રેલ્વેની હદની સુરક્ષાની જવાબદારી આર.પી.એફ ની ભૂમિકાની તપાસની માંગ ઉઠવા પામી છે રેલ્વેના કરોડોના કેબલની નુકશાનીની ઝીણવટ ભરી તપાસ કરી આગના કારણો તપાસનો વિષય બનવા પામ્યો છે.
ડભોઇ રેલ્વેમાં કરોડોનાં કેબલ બળીને ખાખ : સલામતીની ચુક.
Advertisement