હાલમાં જ ભરુચ જિલ્લો પણ કોરોના ગ્રસ્ત યાદીમાં સમાવિષ્ટ થતા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર એકદમ સતર્ક બની જવા પામ્યું છે. ભરૂચના ઇખર ગામમાં બે દિવસ અગાઉ કોરોના વાયરસના ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જેના પગલે સાત કિમીની ત્રીજ્યાનો વિસ્તાર તંત્ર દ્વારા સીલ કરાતા જેની માહિતી માટે ઉચ્ચ અધિકારીઓની દોડધામ વધી જવા પામી છે. ગતરોજ મોડી સાંજના ભરૂચના એસ ડી એમ નિરંજન પ્રજાપતિ ભરુચના પાલેજ નગરની મુલાકાતે આવ્યા હતા.તેઓએ પાલેજ નગરના બહુધા વિસ્તારોમાં ફરી લોક ડાઉનની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં એસ ડી એમ એ જણાવ્યું હતું કે હાલ ભરૂચના ઇખર ગામમાં કોરોનાના ચાર પોઝિટિવ કેસ સામે આવતા સાત કિમી વિસ્તારમાં લોક ડાઉનનો કડક અમલ થાય એ માટે સ્થિતિનો તાગ મેળવવા નગરની મુલાકાત લીધી હતી.પ્રજાજનોને પોલીસ તથા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગને સહકાર આપવા તેમજ બિન જરૂરી ઘરની બહાર ન નીકળવા તેઓએ અપીલ કરી હતી. એસ ડી એમ સાથે ભરુચ તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી ધવલ દેસાઇ, પાલેજ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સુરેશ વાળંદ પણ જોડાયા હતા.
ભરૂચ એસ ડી એમ દ્વારા પાલેજ નગરની મુલાકાત લઇ કોરોના વાયરસ સંદર્ભે પર્યાપ્ત માહિતી મેળવી હતી.
Advertisement