Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજની રાષ્ટ્રીયકૃત બેન્કો બહાર સહાયની રકમ ઉપાડવા મહિલાઓની લાંબી કતારો લાગી.

Share

કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના જનધન ખાતામાં કોરોનાની મહામારી પગલે રૂપિયા ૫૦૦ ની સહાય જમા કરાવતા સહાયની રકમ ઉપાડવા સોમવારના રોજ મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી રહી હતી.કોરોનાની મહામારીના દિવસોમાં મહિલાઓને સહાય પેટે કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતાઓમાં ૫૦૦ રૂપિયાની સહાય જમા કરાવતા પાલેજની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે, તાપ તડકામાં રૂપિયા ૫૦૦ જેવી સામાન્ય રકમ ઉપાડવા કલાકો લાઈનોમાં ઉભી રહેતી મહિલાઓની સ્થિતિ સમજી શકાય એમ છે,સોશિયલ ડિસ્ટનસિંગ જેવી બાબતની કાળજી તો મહદઅંશે રાખવામાં આવી રહી છે પરંતુ અન્ય બેન્કોની મારફત અહીં મંડપ તેમજ પાણીની વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ વર્તાઈ રહ્યો છે. હજારો ખાતેદારો ધરાવતી બેંક ૪૦ ડિગ્રી તાપમાનમાં મહિલાઓ તેમજ પોતાના ખાતેદારો માટે તડકાથી બચવા મંડપ કે પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે જેના પગલે લોકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

રાત્રીના અંધારામાં તસ્કરોનો આતંક : ભરૂચના મુઝમ્મીલ પાર્કમાં તસ્કરો ત્રાટકયા, એક ઝડપાયો અન્ય ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરમાં માનસિક અસ્વસ્થ સગીરા સાથે પાંચ નરાધમોએ આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

ProudOfGujarat

ઝઘડિયાની ગુલબ્રાન્ડસન કંપની દ્વારા યુવકોને ટેકનિકલ તાલીમ આપી રોજગારી મેળવી શકે તેઓ સફળ પ્રયાસ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!