Proud of Gujarat
FeaturedGujaratINDIA

અસનાવી ગામે ક્વોરી ઉપર કોન્ટ્રાકટર અને સુપરવાઈઝ પર ૬ ઇસમોએ હુમલો કરી માર મારવામાં આવતા પોલિસ ફરિયાદ નોંધાઇ.

Share

ઝઘડીયા તાલુકાનાં અસનાવી ગામની સાંઈ મિનરલ્સ ક્રસર નામની ક્વોરી ઉપર અચાનક ૨ ફોરવિલ કાર લઈ ૬ ઈસમો ૧-જગદિસ વસાવા રહે.કદવાલી ૨.મહેસ વસાવા રહે.ગોરાટીયા ૩.રાકેસ વસાવા રહે.ગોરાટીયા ૪.મુકેસ વસાવા રહે.ગોરાટીયા ૫.હર્સદ પટેલ રહે.પિપદરા ૬.ચિંતેસ કુમાર પટેલ રહે.રાજપારડી તાલુકા ઝઘડીયા નાઓ લોખંડની પાઈપ તથા લાકડીઓ લઈ આવી પહોંચી ક્વોરી પરના સુપરવાઈઝર જયેસ પટેલ અને કોન્ટ્રાક્ટ રામુભાઈ વસાવાનાઓને મ‍ા-બેન સમાની ગાળો આપી કેમ તમે અહીંયા પ્લાન્ટ નાંખ્યો છે અને કોને પુછીને કામ ચાલુ કરયું છે. અહીંયા ધંધો કરવો હોય તો અમને પૂછીને કરવો અને અમારી રજા લઇને કોઈપણ કામ કરવું તેમ કહી કોન્ટ્રાક્ટ અને સુપરવાઈઝરનાઓને ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી લાકડી અને લોખંડનાં પાઈપથી ઓફીસનાં કાચ તોડી નાંખી અને સી.સી.ટી.વી. કેમેરાને પણ તોડી નાંખી આશરે ૩૫૦૦૦ હજારનું નુકસાન કરતા ઝઘડીયા પોલિસ મથકે પોલિસ ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક IRB ના વાહનને રેતી ભરેલ હાઇવા ચાલકે અડફેટે લેતા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે.

ProudOfGujarat

સુરતના ખંડેરાવપુરા વિસ્તારમાં કરફયુ હોવા છતાં જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી.

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામે સરકારી માધ્યમિક શાળામાં ૭૧ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!