Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

Share

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે એક યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે રહેતો રાજેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ ૪૨  ગતરોજ સવારે ૧૦ કલાકે પોતાના ઘરેથી લાકડા કાપવા જાવ છું કહીને નીકળ્યો હતો.જે કોઈ કારણોસર આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે તેની લાશ મળતા આજે સવારે વાડીયા ગામના ડેપ્યુટી સરપંચ જાણ થતાં તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી. આમોદ પોલીસે મરણ જનારની લાશને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને લાશ પરત કરી હતી.

Advertisement

Share

Related posts

ગાંધીના ગુજરાતમાં દારૂનો ધૂમ વેપલો : દારૂ પીવાય છે, વેચાય છે અને પકડાય અને પછી મોટા પાયે નાશ કરાય છે.!

ProudOfGujarat

સુરત શહેરનાં પાલનપુર પાટિયાના શાકભાજી માર્કેટમાંથી મોદી રાત્રિનાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat

નર્મદામાં ગરમીના ફૂલ તરીકે ઓળખાતા ગરમાળો પૂરબહારમાં ખીલ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!