Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

Share

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે એક યુવાનની લાશ મળતા આમોદ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો અને આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી હતી.આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદ તાલુકાના નવા દાદાપોર ગામે રહેતો રાજેન્દ્રગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી ઉ.વ ૪૨  ગતરોજ સવારે ૧૦ કલાકે પોતાના ઘરેથી લાકડા કાપવા જાવ છું કહીને નીકળ્યો હતો.જે કોઈ કારણોસર આમોદ નવી કોર્ટ પાસે વાડીયા ગામ જવાના રસ્તા ઉપર નાળા પાસે તેની લાશ મળતા આજે સવારે વાડીયા ગામના ડેપ્યુટી સરપંચ જાણ થતાં તેમણે આમોદ પોલીસને જાણ કરી હતી. આમોદ પોલીસે મરણ જનારની લાશને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે લાવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી તેના પરિવારજનોને લાશ પરત કરી હતી.

Advertisement

Share

Related posts

વાંકલ : જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ તરફથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે એક્ટિવિટી બેજ લર્નિગ કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : આપ પાર્ટીના ઉમેદવારોની મુખ્યમંત્રી કાર્યક્રમમાં વિરોધ નોંધાવા જતાં અટકાયત કરાઇ.

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે શ્રી હરિ ખાદીગ્રામોધોગ વિકાસ સંસ્થા દ્વારા હેલ્થ અવેરનેસ એન્ડ ચેકઅપ કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!