Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં રહીશે માતાની પૂણ્યતિથી પ્રસંગે ગરીબોને કીટ વિતરણ કરી.

Share

અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઇને દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ પરેશાની અનુભવે છે.ત્યારે ઘણા સખી માણસો આવા લોકોની મદદે આવતા હોય છે.ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે રહેતા દત્તુભાઇ પંચાલની માતાની તૃતીય પુણ્યતિથી હોઇ,લોકડાઉનને લઇને કોઇ ધાર્મિક કાર્યક્રમ ન રાખતા તેઓએ ૫૧ જેટલી ફુડ કીટો તૈયાર કરીને ગરીબોને વહેંચી હતી.ઉલ્લેખનીય છે કે અત્યારે કોરોનાને લઇને દેશ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે,ત્યારે આવા સામાજિક કે વ્યક્તિગત પ્રસંગો આવે ત્યારે તે નિમિત્તે ગરીબોને આ રીતે મદદરૂપ થવાની ભાવના સાચે જ પ્રસંશનિય ગણાય. અત્યારે લાંબા લોકડાઉનને પગલે ગરીબ વર્ગ બેકાર બનતા તેમની હાલત સાચે જ દયનીય બની છે.ત્યારે રાજપારડીના દત્તુભાઇ પંચાલના પગલે અન્ય વ્યક્તિઓ પણ આગળ આવે તો તે બાબત સાચે જ અનુકરણીય વાત સાબિત થઇ શકે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

નર્મદા કિનારે આવેલ માર્કંડઋષિના આશ્રમ સ્થળેથી શિવાનંદ સ્વામીએ માં અંબાની આરતીની રચના કરી હતી જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ ખાતે ભરૂચ નર્મદા જિલ્લા ભાજપની સંગઠન પર્વ અંતર્ગત કાર્યશાળા બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી રહ્યા ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના આમોદમાં એક જ દિવસમાં બે વ્યક્તિઓના નાણાંની ATM મશીન માંથી ઉઠાંતરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!