ગોધરા ખાતે નગરપાલિકા સંચાલિત ૨૫૦ જેટલા પથારા ધરાવતુ આ શાકમાર્કેટ કોરાના વાઈરસ બાદ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે બંધ રાખવામા આવ્યુ છે.હાલ અનલોક ૧ જાહેર કરવામા આવ્યુ છે.ગોધરા વાસીઓ આ શાકમાર્કેટ જરુરી તકેદારી સાથે ખોલવામા આવે તેવી લોકમાંગ ઉઠી છે. ગોધરા શહેરની મધ્યમાં નગર પાલિકા સંચાલિત ૨૫૦ જેટલા પથારાવાળા બેસી શકે તેવી વ્યવસ્થાવાળુ શાક માર્કેટ આવેલુ છે.અહીથી જનતા શાકભાજીની ખરીદી કરે છે.હાલ લોકડાઉનને કારણે શાકભાજી માર્કેટ બંધ છે.પણ હાલ લોકડાઉન બાદ અનલોક ૧ સરકાર દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. જ્યારથી પ્રથમ લોકડાઉન જાહેર થયુ ત્યારથી અહિં સાફસફાઈની ઉણપ વર્તાઈ હતી.હાલ અનલોક ૧ માં છુટછાટો મળી છે.ત્યારે આ શાકમાર્કેટ સલામત અંતરથી સેનેટાઈઝ કરીને શરુ થાય તે ખુબ જરુરી છે. આ વિસ્તારની પાછળનો ભાગ દેસાઈવાડા,અને ગોહ્યા મહોલ્લા કોરોનાથી સંક્રમિત છે. આ વિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે અહી પોલીસ પોઈન્ટ પણ મુકવામાં આવે તેવી લોકમાંગ થઈ રહી છે. હવે શાકમાર્કેટ શરુ કરવામા આવે છે કે તે જોવુ રહ્યુ !!!
પંચમહાલ રાજુ સોલંકી