Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : માંગરોળમાં પુરવઠા વિભાગનું સર્વર વારંવાર ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન ટેકનિકલ ખામી ન સુધરતા અનાજ વિતરણ બંધ કરાયું.

Share

માંગરોળ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનોમાં છેલ્લા બે દિવસથી પુરવઠા વિભાગનું સર્વર ટેકનિકલ ખામીના કારણે ખોટકાતા સરકારી અનાજ લેવા આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે. ટેકનિકલ ખામી કોઈ સુધારો ન થતા સરકારી સસ્તા અનાજની દુકાન ઉપર અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારીના કારણે ગ્રામ્ય વિસ્તારનાં લોકોને મફત અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી ગરીબ જરૂરિયાતમંદ લોકો સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા માટે આવી રહ્યા છે. પરંતુ ટેકનીકલ ખામીને કારણે કુપન નીકળતી નથી સવારથી જ લોકો સસ્તા અનાજની દુકાનો ઉપર લાંબી લાંબી લાઇનો લગાવી રહ્યા છે કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા પછી ટેકનિકલ ખામીનાં કારણે લોકો અનાજથી વંચિત રહ્યા છે તેમજ કેટલીક વખત દુકાનના સંચાલકો સાથે અનાજ લેવા આવેલા લોકો સમયસર ન મળતા ઘર્ષણ કરી રહ્યા છે. સરકારી સસ્તા અનાજની દુકાનનાં સંચાલકો દ્વારા સર્વર ખોટકાતા આ બાબતે પુરવઠા વિભાગનાં જવાબદાર અધિકારીઓને પણ વારંવાર જાણ કરવામાં આવી છે પરંતુ ટેકનિકલ ખામી સંદર્ભમાં કોઈ સુધારો ન થતાં આખરે સરકારી સસ્તા અનાજની દુકાનો ઉપર અનાજનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ દસ દિવસમાં જ આ અનાજ વિતરણ કરી દેવાની પણ સરકારી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી જેમાં છેલ્લા બે દિવસ લોકો સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા આવ્યા પછી અનાજ મળ્યું નથી અને ધરમ ધક્કા ખાઈ લોકો ઘરે પરત ગયા છે.

Advertisement

Share

Related posts

સુરતમાં 4 સભ્યોના સામૂહિક આપઘાત બાદ હવે મોટી પુત્રીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો

ProudOfGujarat

ગુજરાતી શાળાઓ અને વર્ગો બંધ થવાની અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અને વર્ગો વધવાની બાબત ગુજરાત માટે ચિંતાનો વિષય

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!