Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરનાં ગારિયાધારમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમાડતા 6 શખ્સ ઝડપાયા

Share

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં શનિવારે જાહેરમાં બે સ્થળે ટાટા આઈપીએલ ટી-ર૦ ક્રિકેટ મેચ ઉપર આઇ.ડી. પાસવર્ડ વડે ઓનલાઇન હારજીત જુગાર રમી રમાડતા ૬ શખ્સને રોકડ રૂપીયા તથા મોબાઇલ ફોન સાથે પોલીસે ઝડપી પાડયા હતાં. બે શખ્સ હજુ ફરાર છે. આ બાબતે ગારિયાધાર પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભાવનગર એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ગારીયાધાર, વાલમ સ્કુલની પાસે, એસ.કે. બેલા સામે જાહેરમાં આરોપી અકીબભાઇ મુસાભાઇ મકવાણા, સમીરભાઇ બાબુભાઇ જુનેજા, ઇરફાભાઇ રફીકભાઇ દલ (રહે. તમામ ગારિયાધાર) વગેરેએ પોતાના માસ્ટર આઇ.ડી. વડે પોતાના ગ્રાહકોને ઓનલાઇન આઇ.ડી.માં ચાલુ આઈપીએલની ટી-૨૦ ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટો રમી રમાડવા સોદાઓ નાખતા હતાં. પોલીસે રેઈડ કરી ૩ આરોપીને ઝડપી પાડયા હતાં. આરોપી હિતેષભાઇ ખુંટ (રહે. સુરત) વાળા પાસેથી મેળવી ગુન્હો કરેલ હોય જે બાતમી વાળી જગ્યાએ પંચોની રૂબરૂ એલ.સી.બી.એ રેઇડ કરતા રોકડ રૂ. ૧૨,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ જેની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ છે.

Advertisement

બીજા રેઈડમાં, ગારીયાધાર, ભોલેનાથ પાન સેન્ટર પાસે, સદભાવના સોસાયટી સામે, રૂપાવટી રોડ, ખાતે જાહેરમાં આરોપી મહેન્દ્રભાઇ ગંભીરભાઇ ગોહિલ, મહેશભાઇ જયંતીભાઇ મકવાણા (રહે. બંને ગારિયાધાર)વાળાને આરોપી મિલન કાત્રોડીયા (રહે. ગારીયાધાર, હાલ સુરત) વાળા પાસેથી ઓનલાઇન રમતો ઉપર જુગાર રમાવાનુ ક્લાઇન્ટ આઇ.ડી. અપાવી બંને પોતાના મોબાઇલ ફોનમાં આ ઓનલાઇન જુગાર રમવાનુ આઇ.ડી. ખોલી ચાલુ આઈપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ દરમિયાન હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતાં. આરોપી અફઝલ રફીકભાઇ ચૌહાણ (રહે. ગારીયાધાર)એ જાહિદ ઇબ્રાહમીભાઇ થરાણી (રહે. સુરત) પાસેથી ઓલાઇન રમતો ઉપર જુગાર રમવાનું માસ્ટર આઇ.ડી. ખોલી આઇ.પી.એલ. ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો જુગાર રમાડતો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૨૧,૨૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ. ૧૫,૦૦૦/- મળી કુલ રૂ. ૩૬,૨૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. તમામે એકબીજાને ગુન્હામાં મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવેલ છે. આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાનુ દુષણ વધ્યુ છે ત્યારે પોલીસે હજુ કડક પગલા લેવા જરૂરી છે.


Share

Related posts

કોણ કહે છે કે મોંઘવારી નો યુગ છે…

ProudOfGujarat

અંકલેશ્વરમાં ડાયટિશિયન સંધ્યા મિશ્રાએ ધો. 10 ના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રામ પંચાયતનાં વેરા પર તાલુકા પંચાયત કર નાંખવાના મુદ્દે વિશેષ ચર્ચા થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!