Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નર્મદા ચોકડી નજીક તવેરા કારમાં દેશી દારૂ ભરીને આવતા શહેર પોલીસે ઝડપી લઈ બુટલેગર સાથે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 2,20,500 નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

Share

ભરૂચ શહેર જીલ્લામાં દેશી દારૂ મંગાવતા બુટલેગરોને પોલીસ ઝડપી રહી છે ત્યાં ભરૂચ વિભાગનાં DYSP ડી.પી. વાધેલાને બાતમી મળતા શહેર પોલીસ મથકનાં પોલીસ અધિકારી પી.આઇ. ડી.પી.ઉનડકટ તથા સ્ટાફના માણસોને સૂચના અને માર્ગદર્શન આપતા પોલીસ સ્ટાફે વોચ ગોઠવતા નર્મદા ચોકડી નજીક તવેરા કાર નં.જીજે-16-AJ-8985 આવતા રોકી તપાસ કરતાં અંદરથી દેશી દારૂ 825 લિટર કિંમત રૂ.16,500 તથા તવેરા ગાડી સાથે અરવિંદ ઉર્ફે ભોલા અબુ વસાવા રહેવાસી ટેકરા ફળિયું અમરતપુરા અન્ય શુકલ વસાવાને પોલીસે ઝડપી લઈને કુલ રૂ.2,20,500 નો મુદ્દામાલ કબ્જે કરી તેઓ કોને દારૂ આપવા જતાં હતા તેની તપાસ શહેર પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના વીજ કર્મચારીનું ફરજ દરમિયાન વીજ કરંટ લાગતા મોત

ProudOfGujarat

રાજકોટ-મધ્યપ્રદેશથી હથિયાર સપ્લાય કરતી ટોળકીના પાંચ શખ્સોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કરી ધરપકડ,..

ProudOfGujarat

ઝઘડિયા : પાણેથા ગ્રામ પંચાયત દ્વારા ઓવરલોડ વાહનોને જાહેરનામાનો અમલ કરાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!