Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા GIDC માં આવેલ ન્યુબર્ગ કંપનીમાંથી થયેલ એસ.એસ. પ્લેટની ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

Share

આજરોજ એલ.સી.બી ટીમનાં માણસો અંક્લેશ્વર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઝઘડીયા GIDC માં આવેલ ન્યુબર્ગ કંપનીમાંથી એસ.એસ.ની ૧૭૫ કી.ગ્રાની પ્લેટની ચોરી થયેલ જે બાબતે ઝઘડીયા પો.સ્ટે. માં તા- ૨૯/૦૨/૨૦૨૦ નાં રોજ ગુનો દાખલ થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને આજરોજ અંક્લેશ્વર GIDC વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે ધીરૂ મગનભાઇ વસાવા રહે- ઝરણા કાંટીપાડા તા – નેત્રંગ જી – ભરૂચ હાલ રહે – વાલીયા, ઇન્દીરા આવાસ, ચામારીયા રોડ તા – વાલીયા જી – ભરૂચ. આરોપીનો ગુનાહીત ઇતિહાસ પકડાયેલ આરોપી અગાઉ અંક્લેશ્વર GIDC પો.સ્ટે. તથા નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા પો.સ્ટે. તથા વડોદરા જીલ્લાનાં કરજણ તેમજ વરણામાં પો.સ્ટે. માં ચોરીનાં ગુનામાં પકડાયેલ છે. તેમજ નેત્રંગ પો.સ્ટે.માં મારામારીનાં ગુનામાં પકડાયેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ધન્વંતરી આરોગ્ય રથની શરૂઆત.

ProudOfGujarat

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માસ્ક અને સાબુ નુ વિતરણ કર્યું.

ProudOfGujarat

વલસાડના તિથલ ફરવા ગયેલા વડોદરાના ડોક્ટરના ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 7.85 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!