Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી જતાં ગેસ લીકેજ થતાં તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી.

Share

અંકલેશ્વરનાં મોટાલી બ્રિજ પાસે ટેન્કર પલટી ખાતા ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજ થતાં ધુમાડાનાં ગોટેગોટા જણાતા અફરાતફરીનું વાતાવરણ છવાઈ ગયું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર DPMC ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સ્થિતિ નિયંત્રણ લેવાની તજવીજ હાથ ધરાઇ હતી. જેમાં મોટાલી નજીક બ્રિજની એંગલ તોડી ટેન્કર નીચે પડ્યું હતું. ટેન્કરમાં કયો ગેસ હતો તે હજુ જાણી શકાયું નથી પરંતુ ધુમાડાનાં ગોટા અને હવામાં ગેસ ફેલાતા લોકોએ આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ગેસ પ્રોપીલીન ગેસ હોવાનું જણાઈ રહ્યું છે. ટેન્કર દહેજની દિપક ફીનોલિકસ લિ. કંપનીનું હોવાનું જણાતા કંપનીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

વડતાલધામમાં પાંચ આરતી – રાસ અને કથાવાર્તા સાથે શરદોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગોધરાના અગ્રણી શકીલ તિજોરીવાલાની FCIના બીજી વખત સભ્ય તરીકે નિમણુક

ProudOfGujarat

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, વીજળી પડતાં 20 થી વધુના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!