Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : નાણાંની લેવડદેવડ અંગે પુત્રની હત્યા કરતો પિતા.

Share

અંકલેશ્વરની નવી નગરી વિસ્તારમાં નાણાંની લેવડદેવડ કરવાની બાબતે પિતાએ પુત્રની હત્યા કરવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર સિટી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. સુશીલાબેન પવારનાં જણાવ્યા અનુસાર નગીન મગન વસાવા સાથે તેના પુત્ર દિનેશ નગીન વસાવાની નાણાંની લેવડદેવડ અંગે રકઝક થઇ હતી. જેના પગલે 74 વર્ષની ઉંમર ધરાવતા નગીન મગન વસાવાએ તેમના 40 વર્ષનાં પુત્ર દિનેશ નગીન વસાવાને પરાઈ વડે કાન, નાક, ગળા પર ગંભીર ઇજા પહોંચાડી હતી જેના પગલે દિનેશ વસાવાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર નગીન વસાવાને પકડી કોરોના અંગેની તપાસ અંગે મોકલવામાં આવ્યા છે. આ બનાવ અંગે વધુ તપાસ સિટી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોના કાળમાં ઘરે અભ્યાસ કરતા 11 વર્ષનાં બાળકે કવિતા રચી.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોનાથી થતાં મોતનાં આંકડા કેમ છુપાવે છે ?

ProudOfGujarat

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!