Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારનાં ગોડાઉનમાં 4 બાળકોને ગેસની અસર થઈ.

Share

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ એક ભંગારનાં ગોડાઉનમાં 4 બાળકોને ગેસની અસર થતાં તેમની તબિયત લથડતા બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. જોકે આ અંગે હજી અંકલેશ્વર પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું જણાવ્યુ હતું. અંકલેશ્વરથી રાજપીપળા રોડ પર ભંગારનાં અનેક ગોડાઉન આવેલા છે. તેમાં આઝાદ નગરમાં ભંગારનાં ગોડાઉનમાં આ બનાવ બન્યો હતો જેમાં કેમિકલયુકત પ્લાસ્ટિક બેગ ધોતા સમયે 4 બાળકોને ગેસની અસર થઈ હતી. આ પ્લાસ્ટિકની બેગમાં શું ભરવામાં આવ્યું હતું અને કયા ગેસનાં કારણે 4 બાળકોને ગંભીર અસર થઈ તે તપાસનો વિષય બની ગયો છે. ત્યારે બાળકો પાસે આવી પ્લાસ્ટિક પ્લાસ્ટિક બેગ ધોવડાવવાનું કામ કરાવાય રહ્યું હતું કે તેઓ ઘરગથ્થુ ઉપયોગ માટે બેગ ધોય રહ્યા હતા તે તમામ બાબતો તપાસનો વિષય બનેલ છે. ત્યારે ગોડાઉનમાં આવા ઝેરી ગેસ ધરાવતી પ્લાસ્ટિક બેગ આવી કયાંથી અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે અંગે પણ રહસ્યમય બાબતો આવે તે જાણવું રહ્યું.

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોતિ સક્સેના એ ઇરફાન ખાન અને પ્રિયંકા ચોપરા સાથે તેમના પ્રત્યે ઊંડો પ્રેમ અને આદર દર્શાવવા માટે એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી.

ProudOfGujarat

લીંબડી તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલ ખાતે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તાલુકાકક્ષાનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમા આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટ ઉપરથી અગમ્ય કારણોસર યુવાને ઝંપલાવી આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!