Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ ખાતે હર ઘર તિરંગાની થીમ આધારિત પ્રાર્થનાસભા અને તિરંગા યાત્રા યોજાઇ.

Share

આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને દેશભક્તિના રંગોથી રંગવાનો છે. આ અભિયાન અંતર્ગત શાળામાં ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ, પોસ્ટરો, બેનરો, રોલ પ્લે જેવા કાર્યક્રમો વડે આજની યુવા પેઢીમાં દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહન આ૫વામાં આવ્યું.

આઝાદીના અમૃત મહોત્સવ પર્વની ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓ દ્વારા  પિંગાલી વાઇન્કૈયા જેઓએ તિરંગાની ડિઝાઇન બનાવી, તિરંગાનું મૂલ્યાંકન અને ઉત્પાદન, તિરંગી ધ્વજ વગેરે મુદ્દા પર સ્પીચ આપવામાં આવી. આ સિવાય વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજી, લક્ષ્મીબાઈ, સરોજિની નાયડુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગત સિંહ જેવાં અલગ અલગ આઝાદીનાં લડવૈયાઓનાં પાત્રો ભજવ્યા હતા. તેની સાથે શાળાના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલ સાહેબે દ્વારા બાળકોને આઝાદીનાં મુલ્યો વિશે જાણકારી આપવામાં આવી હતી. અંતમાં રાષ્ટ્રગાન સાથે પ્રાર્થનાસભાનું સમાપન કરવામાં આવ્યું હતું.
 
ત્યારબાદ ધોરણ ૪ થી ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા ઘર ઘર તિરંગા ઉપર તિરંગા યાત્રા કાઢવામાં આવી. તિરંગા યાત્રાનું પ્રદર્શન જી.આઈ.પી.સી.એલ ટાઉનશીપમાં કરવામાં આવ્યું. ટાઉનશીપના પરિવારજનોએ પણ રેલીમાં ભાગ લીધો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. બેનરો, પોસ્ટરો અને દેશભક્તિના નારાઓ સાથે રેલીને ખૂબ જ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી. ત્યારબાદ ટાઉનસેન્ટરમાં ભગતસિંહ વિશે સાયમન કમિશન ગો બેક અને ભગતસિંહને ફાંસી આપવામાં આવી વગેરે મુદ્દા પર નાટ્ય પ્રદર્શિત કરવામાં આવ્યું. આવા સુંદર આયોજન દ્વારા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું ગૌરવપૂર્ણ સમાપન કરી શાળામાં પરત ફર્યા. આખા વર્ષ દરમિયાન શાળા દ્વારા અલગ અલગ ધોરણોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી જેમાં પુરી ૫૭ ગતિવિધિઓનો સમાવેશ થાય છે. શાળા દ્વારા 1૮/૯ ફૂટનો તિરંગો બનવવામાં આવ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં ઉચેડિયા ગામે રૂપિયાની ઉઘરાણી કરનાર ઇસમો દ્વારા ફોર વ્હીલ ગાડીનું અપહરણ…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન : આરોગ્ય વન અને એકતા મોલનું લોકાર્પણ….

ProudOfGujarat

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણમાં ફરાર આરોપીને હાજર થવા રાજકોટ કોર્ટનો આદેશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!