Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ GIDC માં આવેલ શ્રી લક્ષ્મી મોટર્સ અતુલ શક્તિનાં શો રૂમનાં કંપાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.

Share

ભરૂચ એલ.સી.બી. પોલીસ દ્વારા જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ અને એલ.સી.બી. પી.આઇ. જે.એન.ઝાલાનાં માર્ગદર્શન હેઠળ અવારનવાર વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવે છે. તેવી જ રીતે તાજેતરમાં મળેલ બાતમીનાં આધારે એલ.સી.બી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાંથી એક ટીમ એ.એસ.ચૌહાણની રાત્રિનાં પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીનાં આધારે ભરૂચ GIDC ફેઝ-૧ માં પ્લોટ નં.99 માં આવેલ શ્રી લક્ષ્મી મોટર્સ અતુલ શક્તિનાં શો રૂમનાં કંપાઉન્ડમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 566 તેમજ થ્રી વ્હીલર ટેમ્પો મળી કુલ રૂ.3.50 લાખ કરતાં વધુની મત્તા ઝડપી પાડી હતી. આ બનાવ અંગે ઝડપાયેલ આરોપીમાં 1) તરુણ ઓમપ્રકાશ અગ્રવાલ રહે.સર્વેશ્વરનગર ઝાડેશ્વર ભરૂચ 2) સુનિલ જીવંતસિંહ પરમાર રહે. GIDC ભરૂચ જયારે વોન્ટેડ આરોપીમાં 1) સોએબ સલિમ મેમણ રહે.ઈસાપૂરા બંબાખાના ભરૂચ 2) એઝાઝ કાલુભાઇ શેખ રહે.લાલબજાર ભરૂચ. આ અંગે ભરૂચ સી ડિવીઝન વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા તાલુકાનાં દિવ્યાંગ બાળકોને કિટ વિતરણ કરવામાં આવી.

ProudOfGujarat

લોકશાહીના મહાપર્વને લઈને ગરૂડેશ્વર તાલુકાના મોટા પીપરીયા ગામે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા વયોવૃદ્ધ મતદારોનો મક્કમ નિર્ધાર.

ProudOfGujarat

સુરતના ખંડેરાવપુરા વિસ્તારમાં કરફયુ હોવા છતાં જાહેરમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!