Proud of Gujarat
FeaturedGujaratINDIA

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં આવેલા પાવરહાઉસ વિસ્તારનાં વાલ્મિકી વાસમાં જોખમી રીતે લટકતા વીજવાયરને લઈને સ્થાનિકોની એમજીવીસીએલ તંત્રની રજુઆત કરવા છતાય કોઈ નકકર પગલા લેવામા આવ્યા ન હતા. ત્યારે આ મામલે પ્રાઉડ ઓફ ગુજરાત દ્વારા પોતાની સામાજીક જવાબદારી અદા કરીને વાલ્મિકીવાસ વિસ્તારમાં એમજીવીસીએલના જોખમી લટકતા વીજવાયર અંગેનો અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો.જેના પગલે એકાએક સફાળા જાગેલા એમજીવીસીએલના તંત્ર દ્વારા જોખમી વીજવાયરનુ સમારકામ હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા બુધવારના સવારે એમજીવીસીએલના નાયબ ઇજનેર આર.વી.કટારા સહિત તેમની ટીમનો કાફલો વાલ્મિકીવાસમાં પહોંચ્યો હતો. જોખમી વીજવાયરને કાઢીને નવો વીજ વાયર નાંખવામા આવ્યો હતો. આ મામલે વાલ્મિકીવાસનાં નાગરિકોએ એમજીવીસીએલનાં તંત્રનો આભાર માન્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચનાં ગાયત્રી નગર પોસ્ટ ઓફિસ બહાર લાગી લાંબી લાઇન.

ProudOfGujarat

* નેત્રંગ પોલીસે ઇક્કોગાડીમાં હેરાફેરી થતાં વિદેશી દારૂનો પદૉફાશ કયૉ

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના પાછીયાપુરા ગામમાં સ્મશાનના અભાવે ગ્રામજનોને પારાવાર મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!