Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક ટેન્કર સાથે રિક્ષા ભટકાતા રિક્ષા ચાલકનું મોત.

Share

અંકલેશ્વર હાંસોટ માર્ગ પણ ચોવીસ કલાક વહનોથી ધમધમતો રહે છે. દિવસેને દિવસે અંકલેશ્વર નગરનો વિકાસ થઈ રહ્યો છે તેના પગલે અંકલેશ્વર હાંસોટનાં માર્ગ પર વાહનોની અવરજવર વધી રહી છે. આવી પરિસ્થિતિમાં કેટલાંક વાહન ચાલકો પોતાના વાહન માર્ગની એક તરફ અંધારામાં પાર્ક કરી જતાં રહે છે. જે અંગે કોઈ નિશાની કે રેડ સિગ્નલ પણ ચાલુ રાખતા નથી. જેના પગલે અકસ્માતનાં બનાવો બને છે. આવો જ એક અકસ્માત અંકલેશ્વર હાંસોટ રોડ પર કડકીયા કોલેજ નજીક બન્યો હતો. જેમાં રિક્ષા ચાલક અંધારામાં ઉભેલા ટેન્કર સાથે ભટકાતાં રિક્ષા ચાલકનું મોત નીપજયું હતું. જયારે 2 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

મોટર સાયકલ ચોરીના આરોપીને તમચા સાથે ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

નડિયાદ : ખેડા જિલ્લાની ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટવીન્સ સીટી વચ્ચે આગમી તા. 22 થી સીટી બસ સેવાઓ થશે શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!