Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આજે કોરોના પોઝિટિવનાં વધુ ચાર કેસ બહાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાજપારડી તથા પાણેથા પીએચસીના વિસ્તારમાં કુલ ૪ પોઝીટીવ કેસ આવ્યા છે. ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તાલુકાના રાજપારડી, ઝઘડિયા, પીપોદરા, વણાકપોર, ફીચવાડા, અવિધા, બલેશ્વર, રાણીપુરા, દુમાલા બોરીદ્રા, ફુલવાડી વગેરે ગામોએ કુલ મળી અત્યાર સુધીમાં ૪૯ કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આજે આવેલા વધુ ૪ કોરોના પોઝિટિવ સાથે તાલુકાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૫૩ પર પહોંચ્યો છે. આજે કોરોના પોઝિટિવ આવેલામાં ઝઘડિયાના અશા ગામે (૧) દિલહરબેન સરદારસિંહ દેસાઇ ઉ.વ ૬૪ (૨) મેઘાબેન મયુરસિંહ દેસાઇ ઉ.વ ૩૫ (૩) રાજપારડી ગામની જશોદાબેન જગદીશભાઈ પ્રજાપતિ ઉ.વ ૬૩ તથા (૪) ઉમલ્લા પોલીસ મથકના પીએસઆઈ પી.એન.વલવીને કોરોના પોઝિટિવ કેસ આવતા પાણેથા તથા રાજપારડી પીએચસી દ્વારા તે વિસ્તારના લોકોનો સર્વે કરી જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

ભરૂચમાં કલેક્ટરના બંગલાના વાડામાંથી તસ્કરો ચંદનનું વૃક્ષ કાપી ફરાર થઈ ગયાં

ProudOfGujarat

ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.

ProudOfGujarat

ભરૂચ : ONGC ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફિટ કરી ક્રૂડ ઓઇલ ચોરીનો પર્દાફાશ…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!