Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : મોહદ્દીસે આઝમ ટંકારીયા ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ.

Share

મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ સંચાલિત એમ.એ.એમ ઇંગલિશ મીડિયમ સ્કૂલમાં હાલની કોવિદ-૧૯ ની મહામારીને ધ્યાનમાં રાખીને તથા સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરીને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં પ્રમુખશ્રી મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ અશરફી, ઉપપ્રમુખશ્રી ઇશાકસાહેબ, મેહબૂબસર માલાતગાર શાળા સંચાલક મંડળનાં સભ્યો તથા શાળા પરિવાર હાજર રહયા હતાં. રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ સંસ્થાનાં ઉપપ્રમુખશ્રી ઈશાક સાહેબનાં વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળા સંચાલક મંડળનાં સભ્યો તથા શાળા પરિવાર દ્વારા શાળાનાં મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અંતે શાળાનાં ઉપપ્રમુખશ્રી ઈશાક સાહેબે પ્રાસંગિક ઉદ્દબોધન અને સંસ્થા પરિચય આપ્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ આજે વેલેન્ટાઈન ડે નહિ પણ માતા-પિતા, શિક્ષક પૂજન દિવસ ઉજવ્યો.

ProudOfGujarat

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઈસ્કૂલમાં શ્રી અશોકપુરી ગોસ્વામીના ગઝલ સંગ્રહ ‘વજહ’ પુસ્તકનું વિમોચનનું કરવામાં આવ્યું…

ProudOfGujarat

ભરૂચ યુવા કોંગ્રેસ રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!