Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસે વહેતી ખાડીમાં જાંબોલીની મહિલા તણાઇ.

Share

ઝઘડીયા તાલુકાના ધોલી ડેમ પાસેથી વહેતી ખાડીમાં જાંબોલી ગામની એક ૬૨ વર્ષની વૃદ્ધ મહિલા મંગળવારના રોજ તણાઇ ગઇ હતી. દરમિયાન આ મહિલાનો મૃતદેહ ગઇકાલે મળ્યો હતો. મૃતકની પુત્રીએ આ અંગે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના જાંબોલી (વણખુટા) ગામે રહેતા ચીમનભાઈ ભીમાભાઇ વસાવા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગયા મંગળવારના રોજ ધોલી ડેમ ઓવર ફ્લો થતા તેમાંથી વહેતી ખાડીમાં પાણીનો પ્રવાહ વધુ હતો. મંગળવારના દિવસે ચીમનભાઈના પત્ની શાંતીબેન ગામ નજીક આવેલી ખાડીમાં પાણીમાં ઉતરતા ખાડીના પ્રવાહમાં તણાયા હતા.પાણીના વહેણમાં તણાયેલ આ મહિલાનો તરત તો કોઇ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન ગઇકાલે ખાડીમાં પાણીનો પ્રવાહ ઘટત‍ા શાંતીબેનની લાશ મળી હતી. શાંતીબેન નામની આ મહિલાનું ખાડીમાં તણાવાથી મોત નીપજ્યુ હતુ. જેથી મરનાર મહિલાની પુત્રી ગીતાબેન ચંદ્રસિંહ ભાઈ વસાવા રહે. વણખુટાએ ઉમલ્લા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં તા.૧૫ મી જુલાઇથી ધો.૧૦ અને ૧૨ ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની બોર્ડની જાહેર પરીક્ષાઓનો થનારો પ્રારંભ.

ProudOfGujarat

રાજપીપલાનાં સેવાભાવી પત્રકાર લેખક દીપક જગતાપે આજે તેમનો 60 મો જન્મ દિવસ “સેવા દિવસ” તરીકે ઉજવ્યો.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કોરોના દર્દીઓની યોગ્ય દેખરેખ નહીં રાખતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!