Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા તાલુકા માં મેઘમહેર યથાવત મોહન નદીમાં બળદ તણાતાં મોત નિપજ્યું,એક ભેંસ ને બચાવી લેવાઈ

Share

નર્મદા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે દેડીયાપાડા તાલુકાના ગારદા અને નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં થી મોહન નદી વહે છે, અને છેલ્લા ઘણા દિવસથી મેઘરાજાની બેટિંગ ચાલુ છે ત્યારે આ મોહન નદી પર નો ચેકડેમ છલકાઈ ગયો છે. અને આજ રોજ ઉપર ના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ વરસતા મોહન નદી માં એક બળદ તણાઈ આવ્યો હતો. અને આ પાણી માં ડૂબી જવાના કારણે આ બળદનું મોત નિપજ્યું હતું. અને આ બળદ નો મૃતદેહ ગારદા અને મોટા જાંબુડા ના ચેક ડેમ પર આવી ને અટકી ગયો હતો. આ ચેક ડેમ થી નીચે ના ભાગે પણ એક પુલ આવેલો છે ત્યાં પણ એક ભેંસ પુલ પર થી પડતાં તેને પણ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવાઈ હતી.

આરીફ કુરેશી :- રાજપીપળા

Advertisement

Share

Related posts

આદિવાસી – દલિત – બક્ષીપંચ સમાજના બંધારણીય અધિકારો માટે ગુજરાતની ભાજપા સરકારનો ઐતિહાસિક નિર્ણય

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કલેકટરને રાજીનામાની યાદી આપવા જતા પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

રાજપીપળા : ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં પોતાના જોખમે દાખલ થવું પડશે એવું બોર્ડ મારતું તંત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!