Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરનાં બિસ્માર થયેલ રોડ-રસ્તા અને ગટરો બાબતે કોંગ્રેસ પાર્ટીનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને અન્ય આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું.

Share

ભરૂચ શહેરનાં બિસ્માર થયેલા રોડ – રસ્તા અને ગટરો બાબતે નગરસેવા સદનનાં પ્રમુખ દંડક અને સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા તેમજ અન્ય આગેવાનોએ નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વર્ષનાં ચોમાસામાં થયેલ વરસાદનાં કારણે ભરૂચ શહેરનાં દરેક રોડ-રસ્તાઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી રસ્તાનું ધોવાણ થયેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્ટેશનથી પાંચબત્તી, પાંચબત્તીથી – મહંમદપૂરા, પાંચબત્તીથી શક્તિનાથ તથા શક્તિનાથથી ગુજરાત ગેસ સોનતલાવડીનો રસ્તો તેમજ શક્તિનાથથી સાબુગઢ સુધીનો રસ્તો તથા મહંમદપૂરાથી બંબાખાના વિસ્તાર સુધીનાં રસ્તાઓ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદમાં ધોવાઈ ગયા છે. જેથી આ કામોમાં કેવા પ્રકારનાં મટીરિયલનો ઉપયોગ થયો હશે તેનો ખુલાસો આ તૂટેલા રસ્તા અને ધોવાય ગયેલ રસ્તાની હાલત જોતાં સ્પષ્ટ થઈ જાય છે. આવેદનપત્રમાં એમ પણ જણાવાયું છે કે વિકાસનાં કામોમાં કેવા માલ મટીરિયલનો ઉપયોગ થયો હશે તે પણ વિચારવું રહ્યું. શહેરનાં મુખ્ય માર્ગોની સાથે સાથે શહેરનાં આંતરિક માર્ગોની પણ હાલત ખૂબ દયનીય છે. જેમાં કસક ગરનાળાથી ધોળીકુઇ, દાંડિયાબજાર, સોનેરીમહેલ ટેકરો, કોઠીરોડ, દરવાજા, નવડેરા, ચકલા સહિત લાલબજાર સુધીના રસ્તાઓ પર મસમોટા ખાડા પડેલ છે. કસકથી મેઇન રસ્તો તુલસીધામ સુધીનો ઝાડેશ્વર રોડને જોડતો માર્ગ પણ ખૂબ જ ખંડિત થઈ ગયો છે.સાથોસાથ ચારરસ્તા તથા ભરૂચ શહેરનાં અન્ય વિસ્તારોમાં ગટર ખુલ્લી રહેતા તેમાં પાણી ભરાવાના કારણે ગટરોમાં પડી જવાના બનાવ પણ બનેલ છે. તેથી આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઇ છે કે શહેરનાં રોડ રસ્તા અને ગટરોનાં કામો નિયમો મુજબ ન થયા હોય રસ્તા તૂટી જતાં બિસ્માર હાલતમાં જણાય છે. જેથી જે કોન્ટ્રાકટરોએ આ કામ કર્યું હોય તેની સામે તપાસ થાય અને બેદરકારી દાખવી હોય તેમને બ્લેકલિસ્ટ જાહેર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્ર પાઠવવા સમયે કોંગ્રેસનાં આગેવાનો દિનેશ અડવાણી, વી.આર.મકવાણા, એ.એમ.મસાલાવાળા, જયોતિબેન તડવી, સરલાબેન, ઐયુબ બાપુ, યુસુફભાઈ મલેક, સલિમભાઈ અમદાવાદી, લાલભાઈ શેખ, ઇબ્રાહિમભાઈ કલકલ, લીલાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભિબેન તમાકુવાલાએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

બોડેલીના અલીખેરવા પ્રાથમિક શાળાનો શિક્ષક શાળામાં જ રંગરેલિયા મનાવતો ઝડપાયો શંકા કુશંકાઓ વચ્ચે બંને ને પોલીસને સોંપાયા.

ProudOfGujarat

ભરૂચ નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને ખેલ મહાકુંભ ૨.૦ અંતર્ગત બેઠક યોજાઈ

ProudOfGujarat

લીંબડીમા શાળાઓમાં વિદ્યાર્થીઓને થ્રીડી શો દેખાડ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!