Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : મનાડ ગામનાં બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોએ પરિણીત યુવતીને બિભસ્ત શબ્દો બોલી મારામારી કરી.

Share

ભરૂચ તાલુકાનાં મનાડ ગામ ખાતે એટ્રોસીટીનો બનાવ બન્યો હતો. આ બનાવનાં ફરિયાદી મંજુબેન મોરારભાઈ શનુભાઈ રાઠોડના જણાવ્યા મુજબ આરોપી બળવંતસિંહ ભિમસિંહ ડોડીયા તેમજ અભી બળવંતસિંહ ડોડીયા રહે. મનાડ એ સાંજના સમયે જયારે ફરિયાદી મંજુબેન બસ સ્ટેન્ડ ઉપર થઈ ઘરે જતા હતા તે સમયે આરોપીઓએ ફરિયાદીની સાથે અભદ્ર વાતચીત કરી હતી તેમજ મહિલાઓનું અપમાન થાય અને જાતિ વિષયક અપમાન થાય તેવી વાણી ઉચ્ચારી હતી સાથે સાથે ઝપાઝપી પણ કરી હતી તે પછી ફરિયાદી પોતાના ઘરે જતા આરોપીઓએ તેના ઘરે જઈ ઝપાઝપી કરી હતી તેમજ હાથમાંનો દંડો ફરિયાદીને મારવા જતાં મંજુબેનને માથામાં ઇજા થઈ હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

મુખ્યમંત્રીએ રસ્તાઓની મરામત માટે કરી 74.70 કરોડ રૂપિયાની ફાળવણી

ProudOfGujarat

સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા : સુરતમાં વોર્ડ નંબર-8 ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા : આપના નેતાઓએ પણ માસ્ક ન પહેર્યા.

ProudOfGujarat

ગોધરા : જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!