Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાઉથ આફ્રિકાનાં વેન્ડામાં પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામનાં વતનીને લૂંટારુઓ દ્વારા લૂંટી લેવામાં આવ્યાં.

Share

ભરૂચ જીલ્લાનાં તેમજ જીલ્લાની નજીક આવેલા ગામોમાં રહેતા અને હાલ સાઉથ આફ્રિકા ખાતે વસતા લોકો પર વારંવાર હુમલો કરાતા હોવાનો બનાવ અને કેટલીકવાર આવા હુમલાનાં બનાવોમાં મોત નીપજયાં હોય તેવા બનાવો બન્યા હોય ત્યારે ભરૂચ જીલ્લાનાં રહીશો અને આજુબાજુનાં ગામનાં રહીશો સાઉથ આફ્રિકા અને અન્ય દેશો ખાતે રહેતા લોકોની સુરક્ષા અંગે કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. તાજેતરમાં પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામના વતની કે જે કેટલાક સમયથી સાઉથ આફ્રિકાનાં વેન્ડા ખાતે રહેતા હતા તે ઈમ્તિયાઝ ભાઈ કોચાને તેમના ઘર પાસે કારમાં આવેલ લૂંટારુઓએ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વેન્ડા પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : છેલ્લા બે વર્ષથી જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ બંધ હોવા છતાં નર્મદાના બોરીદ્રા ગામમાં અનોખો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકશાની અંગે ડિઝિટલ સર્વે કરવામાં આવશે

ProudOfGujarat

ભરૂચ : ગાંધીનગર CID ક્રાઇમના ને.હા 48 પર દરોડા : પાલેજ, નબીપુર વચ્ચેથી ગેરકાયદેસરનું લાખોની મત્તાનું બાયોડીઝલ પંપ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!