Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સિવિલ હોસ્પિટલનાં વોર્ડ રૂમમાંથી બે કેદી ભાગી જવાના મામલે 4 પોલીસ કર્મીઓને પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા ખળભળાટ..!!!

Share

જાણવા મળતી માહિતી મુજબ ગતરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સબજેલના કેદી (૧)અર્જુનભાઈ ઉર્ફે જયંતિભાઈ પરમાર તેમજ (૨)આકાશભાઈ સંજયભાઈ વસાવા નાઓ માંદગીના કારણે સબ લોકઅપ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓ રાત્રીના સમયે તકનો લાભ લઇ પોલીસને ચકમો આપી વોર્ડમાંથી ફરાર થઇ જતાં ચકચાર મચ્યો હતો.

જે બાદ આજરોજ મામલે ફરજમાં બેદરકારી દાખવાનાર પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કર્યા છે, જેમાં (૧) હે.કો તખત સિંહ કાળુસિંહ (૨)પો.કો.પ્રવીણસિંહ મહોતસિંહ (૩) લોકરક્ષક પો.કો.જાતેન્દ્ર કુમાર હિતેન્દ્ર ભાઈ, તેમજ (૪) લોકરક્ષક પો.કો.જગદીશભાઈ રમેશભાઈ નાઓ તમામને ફરજમાં દાખવેલ ગંભીર બેદરકારી બદલ જિલ્લા પોલીસવડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચ્યો છે…!!

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાનાં કેવડીયા કોલોની રેલવે સ્ટેશન સહિત જમીન સંપાદન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

વિરમગામ ખાતે સ્તનપાન, કાંગારૂ મધર કેર અંગે મહિલા શિબીરનું આયોજન કરવામાં આવ્યુ

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!