Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રવાસન સ્થળ કબીરવડમાં ગંદકીનું સામ્રાજ્ય, જાહેર શૌચાલય ખંડેર હાલતમાં : દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો છતાં પાયાની સુવિધાઓનો અભાવ; 22થી 24 નવેમ્બરે યોજાનારા 104મા સંત સમાગમ પહેલાં સફાઈ અને સુવિધાઓ ઊભી કરવાની સંત સમાજની માગ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાની આગવી ઓળખ અને ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળ કબીરવડ ખાતે પ્રવાસીઓની સતત અવરજવર રહે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં પ્રકૃતિ અને ધાર્મિક સ્થળની મુલાકાતે આવે છે. જોકે, પ્રવાસીઓની વધતી સંખ્યા સામે પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. સ્થળ પર ગંદકીનું સામ્રાજ્ય અને જાહેર શૌચાલયોની બદતર હાલતને પગલે સંત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.

હાલ દિવાળી વેકેશન દરમિયાન કબીરવડ ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો છે. તેમ છતાં સ્વચ્છ અને કાર્યરત જાહેર શૌચાલયની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને હાલાકી ભોગવવી પડે છે. સફાઈના અભાવે સ્થળની સુંદરતા અને સ્વચ્છતા સામે પણ સવાલો ઊભા થયા છે.

દરમિયાન આગામી 22, 23 અને 24 નવેમ્બરના રોજ કબીરવડ ખાતે 104મા ભવ્ય સંત સમાગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી કબીર સંપ્રદાયના સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. 24 નવેમ્બરે સવારે 7 વાગ્યે કબીરવડની પ્રદક્ષિણા અને પરિક્રમા સહિત આનંદ આરતીના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે શ્રી 1008 ગુરુચરણદાસ સાહેબે કબીરવડની યોગ્ય સફાઈ કરાવવા, જાહેર શૌચાલયોની મરામત કરી કાર્યરત બનાવવા તેમજ પીવાના પાણી અને પાર્કિંગ સહિતની પાયાની સુવિધાઓ ઊભી કરવા જાહેર અપીલ કરી છે. સંત સમાગમ પહેલાં તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

 


Share

Related posts

લગ્નની મોસમ સાથે ભરૂચમાં તસ્કરોની મોસમ … અબિકાનગરમાં ચોરીનો બનાવ બન્યો ….

ProudOfGujarat

સોશિયલ મીડિયા લાઇફ ચેન્જર : સોશિયલ મીડિયા દિવસ : જાણો આપણી જિદંગીમા સોશિયલ મીડિયાનુ શું મહત્વ છે..? કોરોના દરમિયાન કેવી રીતે લોકોને મદદરૂપ થયુ..?

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: નાયબ મામલતદાર સંવર્ગના ૪૮ અધિકારીઓની બદલી : કલેક્ટર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા બદલીના આદેશો જારી કરાતાં વહીવટી વર્તુળોમાં ચર્ચા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!