Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ RTOની લાલ આંખ : પાંચ મહિનામાં 102 બેફામ વાહનચાલકોના લાઇસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ : અકસ્માત, જીવલેણ અકસ્માત અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કિસ્સામાં કાર્યવાહી; ઓક્ટોબરમાં સૌથી વધુ 30 વાહનચાલકો સામે પગલાં

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા માટે ભરૂચ આરટીઓ વિભાગે બેફામ વાહનચાલકો સામે લાલ આંખ કરી છે. પોલીસ વિભાગની ભલામણો અને ગંભીર ટ્રાફિક ગુનાઓને ધ્યાનમાં રાખીને આરટીઓ તંત્ર દ્વારા પાંચ મહિનાના સમયગાળામાં કુલ 102 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરટીઓ વિભાગના આંકડા મુજબ, સૌથી વધુ કાર્યવાહી ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી. જેમાં 30 વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે એપ્રિલ મહિનામાં 26, જુલાઈમાં 18, ઓગસ્ટમાં 18 અને જૂન મહિનામાં 10 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ખાસ કરીને માર્ગ અકસ્માત સર્જનારા, જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલા તેમજ દારૂના નશામાં વાહન ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકનારા ચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. આરટીઓ તંત્રની આ કાર્યવાહીથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

આ અંગે ભરૂચ આરટીઓ પી.આર. પઢિયારે જણાવ્યું હતું કે, માર્ગ સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. નશામાં વાહન ચલાવવું, બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવું અને ગંભીર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે. તેમણે વાહનચાલકોને દારૂના નશામાં વાહન ન ચલાવવા, ગતિમર્યાદાનું પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા તેમજ ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

કયા ગુનામાં કેટલા સમય માટે લાઇસન્સ સસ્પેન્ડ?

નશામાં વાહન ચલાવવા બદલ 3થી 6 મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઓવર સ્પીડિંગ, ભયજનક ડ્રાઇવિંગ, ટ્રાફિક સિગ્નલનો ભંગ અને ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવા જેવા ગુનાઓમાં પણ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે. જ્યારે ગંભીર કે જીવલેણ અકસ્માતના કિસ્સામાં 6 મહિના સુધી અથવા કાયદેસર પ્રક્રિયા અનુસાર કાયમી ધોરણે લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે.


Share

Related posts

નવેઠા ખાતે 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં 9 વર્ષનાં સુહેબ જાવીદ અદાતે એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!