Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 20659 કેસોનો નિકાલ થકી ₹37.78 કરોડનું સમાધાન

Share

 

મોટર અકસ્માતના કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની કલમ 138 ના કેસો, ફેમીલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકયા હતા

Advertisement

ભરૂચ.

 

નાલ્સા દ્વારા આદેશીત અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શનિવારે યોજાયેલ વર્ષ 2025 ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં ભરુચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાબાની તાલુકા કાનુની સેવા સત્તા સમિતી, ભરુચ, અંકલેશ્વર, ઝગડીયા, નેત્રંગ, વાલીયા, વાગરા, આમોદ, જંબુસર, અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાયેલી.

ભરુચ જિલ્લા ન્યાયલય ખાતે તમામ ન્યાયધિશ, ભરુચ બાર એસોસીયેશનના વકિલો, પેરા લિગલ વોલેન્ટીયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરુચના મુખ્ય જિલ્લા ન્યાયધિશ આર કે દેસાઈના હસ્તે દિપ પ્રજવલીત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ.

લોક અદાલત એટલે લોકો માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રિ-લીટીગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેંડીંગ કેસો જેમાં – મોટર અકસ્માતના કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ની કલમ 138 ના કેસો, ફેમીલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ક્રિમીનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજુર તકરારના દાવા વિગેરે કેસો મુકવામાં આવેલ હતા.

ભરુચ જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 10000 થી વધુ કેસો મુકવામાં આવેલા અને પ્રિલિટીગેશનના 5000 થી વધુ કેસો તેમજ ટ્રાફીક ચલણના 15000 થી વધુ કેસો મુકવામાં આવેલા.

ભરૂચ જિલ્લા લોક અદાલતમાં કુલે 20659 કેસોનો નિકાલ થયેલો છે અને કુલ્લે રુપીયા 37 કરોડ 78 લાખ 5 હજાર 913 રૂપિયાનું સમધાન થયેલ છે. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનું કાયમી નિકાલ આવેલ છે.

લોક અદાલતને સફળ બનાવનાર તમામ ન્યાયાધીશ તેમજ તમામ કર્મચારી મિત્રો, વકીલ મિત્રો, પેરા લિગલ વોલેન્ટીયર્સ સાથે પક્ષકરોનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન, પુર્ણકાલીન સચિવ અને DLSA ટીમએ આભાર વ્યક્ત કર્યો છે.


Share

Related posts

ભરૂચ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે એસ દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઈઝરી કમિટિની મીટીંગ યોજાઈ

ProudOfGujarat

પંચમહાલ સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા વાઘજીપુર ખાતે મહારેલી યોજાશે.

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજારમાં અસામાજિક તત્વોનો આતંક : રાત્રે હુલ્લડ, નશો અને મહિલાઓ સાથે અશોભનિય વર્તનથી વિસ્તારમાં ભયનો માહોલ : પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!