Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેવદિવાળીના પર્વે શુક્લતીર્થમાં પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાશે : 500 જેટલા સ્ટોલ, ચકડોળ અને મનોરંજનનાં સાધનો બનશે આકર્ષણ; લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકાના પૌરાણિક ધાર્મિક સ્થળ શુક્લતીર્થ ખાતે દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત પાંચ દિવસીય ભાતીગળ મેળો યોજાશે. દેવઉઠી અગિયારસથી દેવદિવાળી સુધી ચાલનારા આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓ ઉમટે છે. આ વર્ષે પણ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

શુક્લતીર્થ ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે અંદાજે 500 જેટલા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ખાણીપીણી, રમકડાં અને ઘરવપરાશની ચીજવસ્તુઓની દુકાનો ઉપરાંત ચકડોળ સહિતનાં મનોરંજનનાં સાધનો આકર્ષણનું કેન્દ્ર બનશે.

મેળામાં આવતા શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં આસ્થાની ડૂબકી લગાવી શુક્લેશ્વર મહાદેવનાં દર્શન કરશે. સુરક્ષા માટે નદીકિનારે ચોક્કસ સ્નાન વિસ્તાર નક્કી કરાશે તેમજ NDRF, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની ટીમો તૈનાત રહેશે. ટ્રાફિક નિયંત્રણ માટે વાહનોને ડાયવર્ઝન અપાશે અને CCTV કેમેરા સાથે ચોવીસ કલાક પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. એસટી વિભાગ દ્વારા વધારાની બસો પણ દોડાવાશે.

મેળાની વિશેષતા એ છે કે આસપાસનાં ગામોના લોકો પરિવારજનો સાથે ટેન્ટ બાંધી પાંચ દિવસ રોકાણ કરી સામૂહિક ભોજન અને ઉત્સવની ઉજવણી કરે છે. આમ, આ મેળો ધાર્મિક આસ્થા સાથે ગ્રામ્ય સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પણ પ્રતીક બન્યો છે.


Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા નજીક ધોરીમાર્ગનું કામ કરતા મશીન સાથે ટ્રક અથડાતા અકસ્માત.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!