Proud of Gujarat
GujaratFeaturedINDIA

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે બે નવા ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યા.

Share

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે તેના બે નવા ફંડ – મિરે એસેટ નિફ્ટી એએએ પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ એપ્રિલ 2026 50:50 ઈન્ડેક્સ ફંડ (એક ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ જે નિફ્ટી એએએ પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ એપ્રિલ 2026 50:50 ઇન્ડેક્સ ફંડના ઘટકોમાં રોકાણ કરે છે. પ્રમાણમાં ઊંચા વ્યાજ દરના જોખમ અને પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમ સાથેની સ્કીમ) અને મિરે એસેટ ક્રિસિલ આઇબીએક્સ ગિલ્ટ ઇન્ડેક્સ – એપ્રિલ 2033 ઇન્ડેક્સ ફંડ (એક ઓપન-એન્ડેડ ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ જે ક્રિસીલ આઈબીએક્સ ગિલ્ટ ઇન્ડેક્સ – એપ્રિલ 2033 ના ઘટકોમાં રોકાણ કરે છે. પ્રમાણમાં ઊંચા વ્યાજ દર જોખમ અને પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમ સાથેની સ્કીમ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

મિરે એસેટ નિફ્ટી એએએ પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ એપ્રિલ 2026 50:50 ઇન્ડેક્સ ફંડ એએએ ટ્રેકિંગ એરર્સને આધિન 30 એપ્રિલ, 2026 ના રોજ અથવા તે પહેલાં મેચ્યોર થતાં રેટેડ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) બોન્ડ્સ અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (એસડીએલ) માં રોકાણ કરીને નિફ્ટી એએએ પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ એપ્રિલ 2026 50:50 ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. તે પ્રમાણમાં ઓછું ક્રેડિટ જોખમ ધરાવતું ફિક્સ્ડ મેચ્યોરિટી ઇન્ડેક્સ ફંડ છે અને તેમાં ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાનની જેમ કોઈ લૉક-ઇન નથી જેનો અર્થ છે કે રોકાણકાર પાસે ફંડના જીવનચક્ર દરમિયાન કોઈપણ સમયે સબ્સ્ક્રાઇબ અથવા રિડીમ કરવાનો વિકલ્પ છે**. પરંપરાગત રોકાણના માર્ગોની તુલનામાં ફંડ કર કાર્યક્ષમ છે, કારણ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન (એલટીસીજી) પર 20 ટકા ઇન્ડેક્સેશન લાભ* પર કર લાદવામાં આવે છે, રોકાણકારોની હોલ્ડિંગ અવધિના આધારે ચાર ટકા ઇન્ડેક્સેશન લાભ મેળવવાની સંભાવના છે.

Advertisement

મિરે એસેટ ક્રિસિલ આઇબીએક્સ ગિલ્ટ ઇન્ડેક્સ – એપ્રિલ 2033 ઇન્ડેક્સ ફંડ એ ક્રિસિલ આઇબીએક્સ ગિલ્ટ ઇન્ડેક્સ – એપ્રિલ 2033ને ટ્રેકિંગ એરર્સને આધીન, તારીખ 29 એપ્રિલ, 2033ના રોજ અથવા તે પહેલાં પાકતી તારીખવાળી સરકારી સિક્યોરિટીઝ (જી-સેક)માં રોકાણ કરીને ટ્રેક કરવાનો છે. આમાં આગળ જતાં પ્રમાણમાં ઊંચા વળતરે 10 વર્ષના લોક-ઈનની તક છે, સીપીઆઈ આરબીઆઈના સહિષ્ણુની મર્યાદામાં રહે અને આર્થિક વૃદ્ધિનો દૃષ્ટિકોણ અવરોધક ન હોય તો ભારતીય 10 વર્ષ જી-સેક રેન્જ બાઉન્ડ રીતે આગળ વધે તેવી અપેક્ષા છે.

બંને ન્યુ ફંડ ઑફર્સ (એનએફઓ) 10 ઑક્ટોબર, 2022ના રોજ ખુલશે અને 18 ઑક્ટોબર, 2022ના રોજ બંધ થશે. બંને ફંડનું સંચાલન મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના સીઆઈઓ- ફિક્સ્ડ ઈન્કમ શ્રી મહેન્દ્ર જાજૂ દ્વારા કરવામાં આવશે. ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000/- અને ત્યાર બાદ રૂ.1/-ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય હાઇલાઇટ્સ:

• એસડીએલ અને એએએ રેટેડ પીએસયુ સિક્યોરિટીઝ સામાન્ય રીતે કોર્પોરેટ બોન્ડ્સ કરતાં પ્રમાણમાં ઓછું ધિરાણ જોખમ ધરાવે છે.

• જો સીપીઆઈ આરબીઆઈની સહિષ્ણુતાની મર્યાદામાં રહે અને આર્થિક વૃદ્ધિનો દૃષ્ટિકોણ અવરોધક ન હોય તો આગળ જતા ભારતીય 10 વર્ષના જી-સેક રેન્જ બાઉન્ડ રીતે આગળ વધે તેવી અપેક્ષા છે.

• લાંબા સમય સુધીની પાકતી મુદતના સેગમેન્ટમાં એસડીએલ અને એએએ પીએસયુ કોર્પોરેટ બોન્ડ્સ જેવા અન્ય ઉપલબ્ધ વિકલ્પ કરતાં જી-સેક પ્રમાણમાં સારા ગણાય છે.

• 5 વર્ષ અને 10 વર્ષના એએએ પીએસયુ બોન્ડ્સની સરખામણીએ ત્રણ વર્ષના એએએ પીએસયુ બોન્ડ્સ અને એસડીએલ જી-સેકની ઐતિહાસિક સરેરાશની વધુ નજીક ટ્રેડ કરી રહ્યાં છે.

સ્ત્રોત: બ્લૂમબર્ગ, 30 મી સપ્ટેમ્બર 2022 ના રોજ, એએએ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (પીએસયુ) અને સ્ટેટ ડેવલપમેન્ટ લોન (એસડીએલ), બ્લૂમબર્ગ જેનરિક ગિલ્ટ ઇન્ડેક્સ 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષના એએએ પીએસયુ બોન્ડ્સ અને એસડીએલ સ્પ્રેડની ગણતરી માટે ગણવામાં આવે છે. વધુમાં, એએએ, એએ અને એ બોન્ડ ઇશ્યુ કરનારાઓની લાંબા ગાળાની ક્રેડિટ રેટિંગ છે. 08મી જાન્યુઆરી 2016 થી 30મી સપ્ટેમ્બર 2022 સુધીની ઐતિહાસિક સ્પ્રેડની સરખામણી

મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડના સીઆઈઓ- ફિક્સ્ડ ઈન્કમ શ્રી મહેન્દ્ર જાજૂએ જણાવ્યું હતું કે, “હાલની અનિશ્ચિત અને અસ્થિર બજારની સ્થિતીમાં, જ્યાં ઘણી કેન્દ્રીય બેંકો મુખ્ય પોલિસી દરમાં વધારો કરવાનું ચાલુ રાખે છે, ત્યારે પોર્ટફોલિયો પર વાજબી સ્પષ્ટતા પૂરી પાડતા ઈન્ડેક્સની નકલ કરવાના ઉદ્દેશ્યને જોતાં ટાર્ગેટ મેચ્યોરિટી ઈન્ડેક્સ ફંડ્સ લોકપ્રિય શ્રેણીઓમાંની એક તરીકે ઉભરી આવે છે એવી ધારણા છે. ગયા વર્ષની સરખામણીએ લાંબા ગાળાના દરોમાં તીવ્ર વધારો થયો છે અને મોનેટરી પોલિસી સત્તાવાળાઓ દ્વારા તે દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવતા તે મધ્યસ્થ બેન્કો દ્વારા દરમાં વધારાનું કારણ બની શકે છે. નવી પ્રોડક્ટ્સ લૉન્ચને પગલે આ ક્ષેત્રે ત્રણ અને 10-વર્ષના સેગમેન્ટમાં મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ ઑફરિંગનું વધુ વિસ્તરણ થશે.”

મિરે એસેટ નિફ્ટી એએએ પીએસયુ બોન્ડ પ્લસ એસડીએલ એપ્રિલ 2026 50:50 ઈન્ડેક્સ ફંડ અને મિરે એસેટ ક્રિસિલ આઈબીએક્સ ગિલ્ટ ઈન્ડેક્સ – એપ્રિલ 2033 ઈન્ડેક્સ ફંડ રોકાણકારો માટે નિયમિત પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ રહેશે. એનએફઓ પછી, ન્યૂનતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 હશે અને ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં ખરીદી શખાશે.

**STP/SIP/SWP માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31મી જુલાઈ 2025 અને છેલ્લી એક્ઝિક્યુશન તારીખ 31મી જાન્યુઆરી 2026 હશે. *તમારા રોકાણ પર કરવેરા સંબંધિત કોઈપણ અસરની જાણકારી માટે તમારા ટેક્સ સલાહકારની સલાહ લેવી જરૂરી.

સૂચિત્રા આયરે


Share

Related posts

અમદાવાદમાં ધો. 10 -12 ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીએ હલ્લાબોલ કર્યો.

ProudOfGujarat

ગોધરાનાં પત્રકાર રાજુભાઈ સોલંકીનું કોરોના વોર્રિયસ તરીકે એન.સી.સી. નાં ઓફીસર દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત : ઉત્તરાયણ નિમિત્તે લોકોના હિતમાં પોલીસ દ્વારા તમામ ઓવર બ્રિજ પર ટુ-વ્હીલરની અવરજવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!