Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો.

Share

ગુજરાત ભરમાં હાલમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણનો ખૂબ જ ફેલાવો થયો છે. ઓક્સીજનની જરૂરિયાતવાળી હોસ્પિટલોની પણ અછત ઉભી થઈ છે. દર્દીઓની સંખ્યા તો દિન-પ્રતિદિન ભરૂચમાં વધતી જાય છે આથી ભરૂચની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યું છે.

કોરોનાનો કહેર સમગ્ર ભરૂચમાં પ્રવર્તી રહ્યો છે ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો અત્યંત ભરાવો થઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક બેડ વધારવાની આવશ્યકતા સર્જાતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રીજા માળ પર આવેલ ફિમેલ સર્જીકલ વોર્ડને ખાલી કરી કોવિડ વોર્ડ બનાવવામાં આવ્યો છે. અહીં નોંધનીય છે કે કોરોના મહામારીમાં આ અગાઉ પણ ભરૂચ સિવિલમાં 100 ઓક્સિજન બેડની વધારાની વ્યવસ્થા કરાઇ હતી. આજે ભરૂચની બહારથી આવતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાતા વધુ 25 ઓક્સિજનવાળા બેડની સુવિધામાં વધારો કરાયો છે. આ તમામ પરિસ્થિતિ જોતા લાગે છે કે આ તે કુદરતનો કહેર છે ? કે કોરોનાનો કહેર ?

Advertisement

Share

Related posts

નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત વિધુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળી લિ. ના નવા કાર્યાલયનું મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ થયું.

ProudOfGujarat

નર્મદા જીલ્લા કોંગ્રેસના સોસીયલ મીડિયા કોર્ડીનેટર તરીકે ગૌરાંગ મકવાણાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!