Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક સામે પોલીસ અને પત્રકારોનો રોફ જમાવનારા બે ઇસમોની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

Share

– ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂપિયા એક લાખની માંગણી અને પેસેન્જર વાહન ચાલકો પાસેથી રૂપિયાની માંગણી કરતા અને પોલીસ પત્રકારની ઓળખ આપનાર બે ની ધરપકડ.

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ તમે પરપ્રાંતિય લોકોને ભડકાવવાનું કામ કરો છો અને ટિકિટ બુકિંગ કરાવો છો તેમ કહી પરપ્રાંતીય લોકોનો વિડિયો બનાવી ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ પોલીસ અને પત્રકારની ઓળખ આપી એક લાખ રૂપિયાની માંગણી કરતા મામલો સી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં પોલીસે પોતે પોલીસ હોવાની ઓળખ આપનારની ધરપકડ કરી હતી જ્યારે અજાણ્યા બોગસ પત્રકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

બનાવની મળતી માહિતી અનુસાર ઝાડેશ્વર ચોકડીની જય ટ્રાવેલ્સ સંચાલક તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં પરપ્રાંતીય લોકોને ભડકાવી ટિકિટ બુકિંગ કરાવી રહ્યા હોય અને ઇકો ગાડીમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તે રીતે પેસેન્જર ગાડીઓવાળા પાસેથી રૂપિયાની માંગણી કરાતી હોય તેવી ફરિયાદો ઉઠી હતી જેના પગલે રિઝવાન સોડાવાળા નામના વ્યક્તિએ પરપ્રાંતીય લોકોનો મોબાઇલ વીડિયો બનાવી ટ્રાવેલ્સ સંચાલક પાસે જઈ પોલીસ તરીકેની ઓળખ આપી એક લાખ રૂપિયાની માગણી કરી હતી જો તમે એક લાખમાં મારી સાથે પટાવટ નહીં કરો તો મામલો પોલીસ મથકે જશે અને ત્યાં તમારે અઢી લાખ રૂપિયા ભરવા પડશે અને આ વીડિયો વાયરલ થશે તો તમારી ટ્રાવેલ્સની ઓફિસ બંધ થઈ જશે અને સાથે રહેલા અન્ય અજાણીયા વ્યક્તિએ પણ નેશનલ ન્યૂઝ ચેનલનો રિપોર્ટર છુ તેવી ઓળખ આપી હતી અને રૂપિયા એક લાખની માંગણી કરાઇ હતી. જોકે ટ્રાવેલ્સ સંચાલકે રૂપિયાની માંગણી કરનારાઓ લેભાગુ હોવાનું લાગતા તેઓએ તેના પત્રકાર મિત્રોનો સંપર્ક સાધ્યો હતો જેના પગલે બોગસ પોલીસ તરીકેની ઓળખ આપનાર અને બોગસ પત્રકાર તરીકેની ઓળખ આપનારની સામે ડિવિઝન પોલીસ મથકે ટ્રાવેલ્સ સંચાલકે ખંડણીની તથા જાનથી મારી નાંખવાની ધમકી સહિત ભારતીય દંડની કલમ મુજબ ગુનો દાખલ કરાવતાં પોલીસે ખોટી રીતે પોલીસ તરીકેની ઓળખ આપનાર રિઝવાન સોડાવાળા રહેવાસી ભરૂચ સ્ટેશન મુસાફરખાનાની ધરપકડ કરી હતી જ્યારે તેની સાથે રહેલો અન્ય બોગસ પત્રકારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ટ્રાવેલ્સ સંચાલકને પોતે પોલીસ હોવાની ઓળખ આપી તોડ-પાણી કરનારા રિઝવાન સોડાવાળા ભૂતકાળમાં પણ પોલીસ મથકોમાં ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. જેમાં બી ડિવિઝન પોલીસ મથકમાં તેની સામે બોગસ પત્રકારનો લોકડાઉનના સમય ગુનો દાખલ થઈ ચૂક્યો છે તદુપરાંત ભરૂચની એક જનરલ સ્ટોરની દુકાનમાં એક્સપાયર ડેટની સામગ્રીનું વેચાણ કરો છો તેમ કહી વીડિયો બનાવી રૂપિયાની માંગણી કરાઈ હોવાના ઓડિયો પણ અગાઉ વાયરલ થયા હતા ત્યારે રિઝવાન સોડાવાલા બોગસ પોલીસ અને બોગસ પત્રકાર તરીકે ઓળખ આપી તોડ-પાણી કરતો હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત.

ProudOfGujarat

ભરૂચનાં ભીડ ભંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખુટા પડેલા 4 વર્ષીય બાળકનું માતા સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

ભરૂચ:પવિત્ર રમજાન માસ દરમિયાન વીજકાપ,પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા,તથા રોડના સમારકામ અર્થે પશ્ચિમ વિસ્તારના તથા જુના ભરૂચના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!