Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં મુલદ ગામે બકરી ચોરી ગયેલ ગેંગ ઝડપાઇ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ગામે શુક્રવારના રોજ નડિયાદની બકરી ચોર ગેંગ ત્રણ બકરી ઉઠાવી ગઇ હતી. બકરી ચોરો પૈકી એક ઝડપાઇ ગયો હતો. જે બાબતે પશુપાલકે ચાર બકરી ચોર સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે શુક્રવારે ઝડપાયેલ બકરી ચોરની સઘન પૂછપરછ હાથ ધરતા તેની સાથે સંડોવાયેલા અન્ય ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે આ બકરી ચોર ગેંગ બકરાની ઉઠાંતરી કરવામાં જે કારનો ઉપયોગ કરતી હતી તે કાર પણ ઝઘડિયા પોલીસે કબ્જે લીધી હતી. પોલીસે પકડાયેલી બકરાચોર ગેંગની પુછપરછ હાથ ધરતા બીજા કયા કયા સ્થળોએથી બકરા ઉઠાવ્યા હતા તેનું રહસ્ય હવે ખુલશે એવું જાણવા મળ્યુ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : મૂળ નિવાસી સંઘ દ્વારા રાપરમાં થયેલ વકીલની હત્યાનાં વિરોધ અને ઓબીસી ની વસ્તી ગણતરી થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ-ચાવજ રોડ પર માર્ગની વચ્ચોવચ ઘટાદાર વૃક્ષ ધરાશાયી, વીજ તાર તૂટતા વાહનચાલકોમાં ભય

ProudOfGujarat

મોડાસાના વેપારીને ઇફ્કો કંપનીની ખાતરની ફ્રેન્ચાઇઝીની આપવાની લાલચ આપી 29.59 લાખની ઠગાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!