Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 11 ઈંચ વરસાદ વરસ્યો હજી પણ ભારે વરસાદની આગાહી

Share

ભરૂચ જિલ્લામાં ભયકર બફારાના વાતાવરણના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા એવામાં 19 ની સાંજે મુશળધાર વરસાદ વરસતા ઠંડક થતા લોકો એ રાહતની લાગણી અનુભવી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ સમી સાંજે શરૂ થયો હતો આખી રાત્રી દરમિયાન વરસાદ વરસ તો રહ્યો હતો હવામાન ખાતાનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જિલ્લામાં ૧૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે તારીખ 20 મીની સવારે 6 વાગે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન આમોદ તાલુકામાં ૧૦ મીમી તેમજ અંકલેશ્વર તાલુકામાં 38 મીમી, ભરૂચ માં ૭૫ મીમી, હાંસોટ ૫૫ મીમી, જંબુસર ૪ મીમી, નેત્રંગ ૧૨ મીમી, વાગર ૩૫ મીમી, વાલિયા ૩૧ મીમી, ઝઘડિયા 17 મીમી મળી કુલ ૨૭૩ મી મી મળી એટલે કે ૧૧ ઇંચ વરસાદ વરસ્યો હતો હજી આવનાર દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરતમાં છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબીએ વેપારી પાસે માંગી ખંડણી બે ઝડપાયા.

ProudOfGujarat

વડોદરામાં ગેંડા સર્કલથી ગોરવા સુધીના ગેરકાયદે દબાણો દૂર કરાયાં

ProudOfGujarat

બંબુસર ગામે મદ્રસા એ ગુલશને મદીના તરફથી સાલાના ઈનામી જલ્સાનું ભવ્ય આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!