Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચથી જંબુસર તરફ જવાના રસ્તા પર 10 કરતાં વધારે નાના મોટા વૃક્ષો ભારે વરસાદનાં પગલે ધરાશાયી.

Share

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભરૂચથી જંબુસર તરફ જવાના માર્ગ પર ઠેરઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો ધરાશાયી થતાં ભરૂચ જંબુસર વચ્ચેનાં સતત ચાલી રહેતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. ઉપરાંત રાત્રિનાં સમયે વધુ વરસાદ વરસતા જાનમાલને કોઈ નોંધપાત્ર નુકસાન થયું ન હતું. જે-તે વિસ્તારની ગ્રામ પંચાયતો દ્વારા માર્ગ પરથી વૃક્ષો હટાવવા અંગેની કામગીરી ચાલી રહી છે. કેટલાક સ્થળે JCB મશીનો પણ કામે લગાડયા હોવાનું જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

ProudOfGujarat

અમદાવાદ જીલ્લાના માંડલ ઘટકની ૯૭ આંગણવાડીમા નવદુર્ગા પૂજન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!