Proud of Gujarat
FeaturedGujaratINDIA

 છોટાઉદેપુર આમ આદમી પાર્ટી દ્વારા કૃષિ વિરોધી બિલ પાછું લે તે બાબતે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. 

Share

આમ આદમી પાર્ટી છોટાઉદેપુર દ્વારા  છોટા ઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે  કૃષિ  વિરોધી બિલ કેન્દ્ર સરકાર પાછલે તે બાબતે નિવાસી કલેક્ટરને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર  કેન્દ્ર સરકારના ખેડૂતવિરોધી બીલથી ઉદ્યોગપતિઓને ફાયદો થશે ખેડૂતોને નહીં. દેશમાં ખેડૂતોના અવાજ વિપક્ષના અવાજને સાંભળ્યા સમજ્યા વગર પૈસાદારોના દબાવમાં કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં 3 ખેડૂતવિરોધી બિલ પાસ કર્યા છે. ખાસ કરીને રાજ્ય સભામાં ભાજપ પાસે બહુમતી ના  હોવા છતાં ગેરબંધારણીય રીતે કિસાન  વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે,  જેને લઈ આખા દેશના ખેડૂતોમાં રોષ છે. આમ આદમી પાર્ટી ખેડૂત સાથે છે. તેમના માટે અમે આખા દેશમાં વિરોધ દિવસમાં મનાવી રહ્યા છે. ખેડૂતો દ્વારા  ૨૫મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધ આહવાનને આમ આદમી પાર્ટી પૂરું સમર્થન આપે છે.મોદી સરકારે ત્રણ ખેડૂત વિરોધી બિલ પસાર કર્યા છે. જેમાં 1.  કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ 2. આવશ્યક  વસ્તુ સંશોધન બિલ 3. મૂલ્ય આશ્વાસન તથા કૃષિ સેવાઓ પરના ખેડૂત સમજોતા બીલ  કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત વિરોધી બીલ  સંબંધિત જે વાતો કહેવામાં આવી રહી છે તે ખેડૂતોને ગુમરાહ કારક છે. આનાથી ખેડુતોને ફક્ત નુકસાન થશે અને તેમની ઉપર મોટી કંપનીઓનો  કબજો થઈ જશે થઈ જશે. ખેડૂતો તેમના જ ખેતરમાં મજૂરની જેમ જ બની રહેશે. સરકારની ખેડૂતોને મોટી કંપનીઓના ગુલામ  બનાવવાની મનસા હોય તેવું પ્રતીત  થઈ રહ્યું છે. આમ આ ત્રણેય આ પ્રકારે ત્રણેય કૃષિ વિધેયક ખેડૂતોના  હિતમાં નથી. ખેડૂતોને ફરીથી કંપનીઓના ગુલામ બનાવવા જેવું જ છે. જેમાં ખેડૂતો તેમના જ ખેતરોમાં મજૂર બની જશે. બજારો પર સરકારનું નિયંત્રણ ખતમ થઇ જશે અને કંપની રાજની સ્થાપના થઈ જશે. આ જ કારણે દેશભરના ખેડૂતો તથા સંગઠનો આ ખેડૂત વિરોધી બિલનો વિરોધ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ખેડૂત વિરોધી અને પાછું લેવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરે છે અને ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી હંમેશા લડત આપશે.

તૌફીક શેખ : છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

માંગરોળના વાંકલ, ભીલવાડા અને શાહ ગામમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા પ્રશિક્ષકે મુલાકાત લીધી

ProudOfGujarat

વડોદરામાં જિલ્લા કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને આયુષ સોસાયટીની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : રોકડીયો પાક ગણાતી શેરડીનાં પાક માટે ભરૂચ જિલ્લામાં ઉજળી તક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!