Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઐતિહાસિક એવાં કોટ ટાવર વિસ્તારમાં નદી કાંઠે મકાનને અડીને આવેલ દિવાલ ધરાશાયી થઈ.

Share

ભરૂચ જીલ્લામાં અને તેમાં પણ ભરૂચમાં નોંધપાત્ર વરસાદ વરસતા તેની અસર ઠેરઠેર જણાય હતી. ભરૂચનાં ઐતિહાસિક એવાં ટાવર વિસ્તારમાં નદી કાંઠે મકાનને અડીને આવેલ દિવાલ ધરાશાયી થઈ. આ કોટ ઐતિહાસિક ઇમારત તરીકે ઓળખાય છે ત્યારે ભરૂચ જીલ્લા તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતની માવજત કરવામાં આવશે તેવો દાવો પોકળ સાબિત થયો હતો. વહેલી સવારે કોટનો કેટલો હિસ્સો પડયો હતો અને તે સમયે લોકોની અવરજવર ઓછી હોય તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ઐતિહાસિક કોટનાં કાયમી રક્ષણ માટે તંત્ર દ્વારા યોગ્ય માવજત થવી જોઈએ તેવી લોકોમાં માંગ ઊભી થઇ છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી-આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ…..

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!