Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

Share

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ચોગાનમાં ૧૫૦૦ જેટલાં વૃક્ષોની રોપણી કરાઇ હતી.દહેગામ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ પ્રાથમિક શાળાની સામે બાળકોને રમવા માટે ફેન્સિગ વૉલ સાથેના ગ્રાઉન્ડ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન તરફથી ગ્રામ પંચાયતે કરેલી માંગ અનુસાર ૧૫૦૦ જેટલા વૃક્ષોની રોપણી કરાઇ હતી.કાર્યક્રમમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. ના CPM અનિલકુમારના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના બાળકો સહિત ગ્રામજનોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યકમને સફળ બનાવ્યો હતો. વૃક્ષારોપણ માટે ગામના સરપંચ ઈલ્યાસ પટેલ તેમજ ગામના યુવાનોએ નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડનો આભાર માન્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી.પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચના નર્મદા નદી કિનારે જાહેરમાં જુગાર રમતાં 5 ઝડપાયાં

ProudOfGujarat

અધિકારી સામે તપાસ ચાલી રહી હોવા છતા નિમણૂક બની ચર્ચાનૂ કેન્દ્ર…

ProudOfGujarat

ભરૂચ : વર્લ્ડ ભરુચી વ્હોરા ફેડરેશન, ઇન્ડિયા ચેપ્ટર દ્વારા મિશન એવરેસ્ટ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!