Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ભરૂચ શાખા દ્વારા આવેદનપત્ર પાઠવી હાથરસની ઘટનામાં સંડોવાયેલ સામે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી.

Share

ભારત દેશના રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વાલ્મિકી સમાજ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં હાથરસ ખાતેની ઘટનાને વખોડી નાંખવામાં આવી હતી.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ભૂલઘડી ગામ ખાતે એક દલિત દીકરી સાથે ગેંગ રેપ કરાયો હતો. ત્યારબાદ તેની જીભ કાપી, ગરદન અને કરોડરજ્જુ તોડી તેનું મોત થઈ ગયું તેમ સમજી નરાધમો નાસી ગયા હતા. દલિત દીકરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તા. 14/9/2020 ના રોજ બનેલ આ ઘટનામાં પોલીસ અને તંત્ર દ્વારા પરિવારજનોની પરવાનગી વગર રાત્રીના સમયે મૃતદેહને બાળી દેવામાં આવ્યો હતો. આ બનાવમાં સંડોવાયેલ નરાધમો, પોલીસ અને તંત્રના અમલદારો સામે કડક પગલાં ભરવા આવેદનપત્ર દ્વારા માંગ કરવામાં આવી છે. સાથે જ કચ્છ જિલ્લાનાં રાપર ખાતે યુવાન દલિત વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યાના બનાવમાં સંડોવાયેલા સામે પણ કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં બંધારણની કલમોનો ઉલ્લેખ કરી જણાવાયું હતું કે આદિવાસી, દલિત, મુળ નિવાસી લોકોના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી સરકારની છે. આ જવાબદારી પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે તેવું હાથરસની ઘટના પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે. આવા ઘૃણાસ્પદ બનાવમાં સંડોવાયેલ ગુનેગારોને ફાંસી આપવા માંગ કરવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારમાળા અર્પણ કરાઈ હતી. તેમજ હાથરસના જધન્ય બનાવમાં મોત પામેલ દલિત દીકરીને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. આવેદનપત્ર પાઠવવામાં વાલ્મિકી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદનાં અટલ બ્રિજની ટિકિટ બુક કરાવવા માટે તંત્રએ લીધો આ નિર્ણય

ProudOfGujarat

નવસારી : ચેસ ઓલિમ્પિયાડની જ્યોતનું ઐતિહાસિક દાંડી નેશનલ સોલ્ટ મેમોરીયલ હોલ ખાતે ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

નડિયાદ : મહેમદાવાદ ખાતે રૂા. ૮૨.૮૭ લાખના ખર્ચે તૈયાર થનાર ઓવરહેડ પાણીની ટાંકીનું ખાતમૂહુર્ત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!