Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ:શેરપુરા ગામ ખાતેથી ચોરીની બુલેટ મોટરસાયકલો સાથે ત્રણ ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

Share

ભરૂચ શહેર ને અડીને આવેલા શેરપુરા વિસ્તારમાં એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે તપાસ કરતા ચોરીની બુલેટોન પોકેટ કોપની મદદ થી પોલીસે ત્રણ જેટલી બુલેટ મોટરસાયકલ કબ્જે કરી હતી,જેમાં (૧) મોહમ્મદ સોહીલ સત્તારભાઈ શેખ રહે, સોદાગર વાડ જૈન મંદિર પાછળ વેજલપુર,ભરૂચ (૨)અયાઝ અબ્દુલ હક શેખ રહે,આમેના પાર્ક શૅર પુરા,ભરૂચ તેમજ મોહસીન શબ્બીર ભાઈ શેખ રહે પરદેશી વાડ ભરુચનાઓને પાડ્યા હતા. તમામ આરોપીઓ પાસેથી બુલેટને પોકેટ કોપ મોબાઈલ થી ચેક કરતા (૧)રોયલ એંફિલ્ડ બુલેટ ક્લાસિક 350,નંબર જી.જે 15 બી.ડી 3802 કી.80000 (૨)બ્લેક કલરની પેટ્રોલ ટાંકી સફેદ કલર ની બુલેટ એંફિલ્ડ ક્લાસિક 350 નંબર જી.જે 15 બી.ડી 6282 તેમજ (૩)બ્લેક કલરની રોયલ એંફિલ્ડ ક્લાસિક 350 નંબર જી.જે 15.બી.એસ 3823 મળી કુલ 2.5000 નો મુદ્દામાલ ચોરી કરી વેચાણ કરવા જતાં મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પોલીસ આ બુલેટ ચોરી પ્રકરણ માં આવનાર દિવસો માં વધુ આરોપીઓની ધરપકડ કરે તેવી સંભાવનાઓ પણ નકારી શકાય તેમ નથી. આરોપીની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરવામાં આવે તો અન્ય જિલ્લાઓ માં પણ થયેલ બાઇક ચોરી ના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતાઓ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ઝઘડિયા ખાતે આંગણવાડી ની બહેનો ભેગી થઇ અને કરી નાયબ કલેકટરને રજુઆત-જાણો શુ છે તેઓની માંગ…!!

ProudOfGujarat

નડિયાદ એસ.ઓ.જી પોલીસે હાથનોલી ગામેથી ૧.૩૨ લાખના ગાંજાના છોડ ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ લાયન્સ ક્લબ દ્વારા શહીદોના પરિવારજનો માટે આર્થિક સહાયનો ચેક ભરૂચના કલેકટરશ્રીને અર્પણ કરાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!