Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા : રાજપારડી પોલીસે બે વર્ષની ગુમ થયેલ બાળકીને શોધીને પરિવારને સોંપી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે રેલવે નવી વસાહતમાં રહેતા રવિનાબેન ગણેશભાઇ વસાવાની હનીકુમારી નામની બે વર્ષની પુત્રી ઘરના આંગણામાં રમતા રમતા ક્યાંક જતી રહેલ.બાળકી ગુમ થતાં તેના પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા. આજુબાજુ શોધવા છતાં બાળકીનો પતો ન લાગતા રાજપારડી પોલીસને જાણ કરવ‍ામાં આવી હતી. પોલીસે પી.એસ.આઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ આ ગુમ થયેલ બાળકીની શોધ કરતા બાળકી રાજપારડીમાં જ એક બંધ મકાનના ઓટલા પાસે એકલી રમતી મળી આવી હતી. પોલીસે બાળકી તેના પરિવારને સોંપતા પરિવારજનોમાં ખુશી ફેલાઇ હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત.

ProudOfGujarat

સુરત સોનાના ભાવમાં ઘટાડો થતા ત્રણ મહિના બાદ સોનાની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે ખાસ કેમ્પ : કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રની દૂરના સમૂહો સુધી પહોંચવાની કવાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!