Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણીપંચ દ્વારા હાલમાં ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આયોજિત થયેલ છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. રવિવારના રોજ આયોજિત મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પાલેજ ખાતે આવેલી હાઇસ્કૂલ, ગુજરાતી શાળા, કન્યાશાળા તેમજ નવીનગરી સ્થિત શાળા ખાતે આવેલા મતદાન બુથ પર મતદાર યાદી સુધારણાની કામગીરી કરાઇ હતી.

નગરના વિવિધ મતદાન બુથ પર BLO ની હાજરીમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદાર યાદીમાં મતદારોએ પોતાના નામની ચકાસણી, નામ કમી કરાવવા, નામ સુધારવા તેમજ જે યુવાનો ૧૮ માં વર્ષમાં પ્રવેશ્યા હોય એ યુવાનો પોતાના નામ મતદાર યાદીમાં નોંધણી કરાવતા નજરે પડ્યા હતા. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં નગરના મતદારોએ ખૂબ સારી જાગૃતિ દર્શાવી હતી. તો નગરના વિવિધ મતદાન બુથ પર હાજર BLO એ પણ મતદારોને જરૂરી માર્ગદર્શન આપી પોતાની ફરજ નિભાવી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- કરન્સી ટ્રેડીંગ માર્કેટીંગના નામે વધુ વ્યાજની લોભામણી સ્કીમો આપી છેતરપીંડી કરનાર ઝડપાયો…

ProudOfGujarat

નડિયાદ : કોરોનાના કેસો અંગે અગમચેતીના ભાગરૂપે જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ

ProudOfGujarat

ઉમરપાડાના શરદા ગામેથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે લાખથી વધુનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!